સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ થતા જ હોય છે. એવામાં હાલ જાણીતો યુટ્યૂબર ઈશાન ગોયલ (Ishan Goyal)નો વધુ એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઈશાનના પેરેન્ટ્સને પૂછવામાં આવે છે કે તેમની વિદેશી વહુ બિકીની પહેરીને સો.મીડિયામાં ફોટો શૅર કરે તો તેમને કેવું લાગે છે. ત્યારે આ અંગે ઈશાનના પેરેન્ટ્સે એવો જવાબ આપ્યો હતો કે, દરેકની બોલતી બંધ થઈ ગઈ ગતી. તો ચાલો જાણીએ…
View this post on Instagram
ત્યારે સૌ પ્રથમ ઈશાન ગોયલના જીવન વિશે વાત કરીએ તો, 1995માં દિલ્હીમાં ઈશાનનો જન્મ થયો હતો. તેના પિતા હાર્ડવેરનો બિઝનેસ કરે છે. અને તે પોતે એક જાણીતો યુટ્યૂબર છે. ઈશાને દિલ્હીની જ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેનો સ્વભાવ ઘણો જ શરમાળ હતો. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે ક્યારેય વિદેશ જશે અને વિદેશી યુવતી સાથે લગ્ન કરશે. ઈશાને વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રોફેશનલ કોર્સ કર્યો હતો.
આ પછી ઇશાન કોલેજ ઇન્ટર્નશિપ માટે તેના મિત્રો સાથે પોલેન્ડ જવા તૈયાર થઈ ગયો હતો. ઈશાને અહીંયા બેચલર તથા માસ્ટર ડિગ્રી લીધી હતી. કોલેજ દરમિયાન જ તેની મુલાકાત વેરોનિકા સાથે થઈ હતી. વેરોનિકા પોલેન્ડની જ છે. ઈશાનને પહેલી જ નજરમાં વેરોનિકા ગમી ગઈ હતી. ઈશાને પોલેન્ડમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લીધી હતી. ત્યારે પોલેન્ડમાં ઈશાન તથા વેરોનિકા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જોકે, ઈશાન પ્રેમિકાને લઈ ભારત આવ્યો હતો અને તેને ભારતના રીત રિવાજો શીખવાડ્યા હતા.
બિઝનેસમાં મોટું નુકસાન ગયું:
ત્યારબાદ બંનેએ વર્ષ 2019માં ભારતીય રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. તેમજ ઈશાનની કોલેજ પૂર્ણ થયા બાદ તેણે પોતાનો એક બિઝનેસ શરૂ કર્યો હતો. તે પ્રાકૃતિક કોસ્મેટિક્સનો વેપાર કરતો હતો. જોકે, આ બિઝનેસમાં ઈશાનને ભારે નુકસાન ગયું હતું. આ નુકસાનથી ઈશાનથી ભાંગી પડ્યો હતો. ઈશાનને મદદ કરવા માટે વેરોનિકાએ પોતાની નોકરી છોડી દીધી હતી અને ઈશાનના બિઝનેસમાં હેલ્પ કરી હતી કમનસીબે ઈશાને આ બિઝનેસ બંધ કરી દીધો હતો.
View this post on Instagram
આ થયા પછી ઈશાન પોલેન્ડના વિવિધ સુંદર સ્થળોને કેમેરામાં ક્લિક કરવા માગતો હતો. તેણે વેરોનિકાનો કેમેરો લીધો અને તે પોલેન્ડમાં ફરતો રહેતો હતો. એક મહિનાની અંદર તે પોલેન્ડના 35 શહેરમાં ફર્યો હતો. ઈશાને અઢળક વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાને સો.મીડિયામાં ટ્રાવેલ બ્લોગ શરૂ કર્યો હતો. આ બ્લોગમાં તે વિવિધ શહેરોની માહિતી શૅર કરતો હોય છે. ઈશાન પત્ની વેરોનિકા સાથે પોલેન્ડમાં જ રહે છે. આ રીતે તેણે યુટ્યુબ પર બ્લોગ બનાવવાનું શરુ કર્યું હતું.
ભારતીય સાસુ-સસરાએ બિકીની અંગે શું કહ્યું?
આ દરમિયાન હાલમાં જ એક વીડિયોમાં ઈશાન પોતાની પત્ની તેમજ પેરેન્ટ્સ સાથે જોવા મળ્યો હતો. જેમાં ચાહકોએ ઈશાનના પેરેન્ટ્સને વિવિધ સવાલ કર્યા હતા, જેમાંથી એક સવાલ વેરોનિકાના શોર્ટ કપડાં અંગે પૂછવામાં આવ્યો હતો. ઈશાનના પિતાએ વહુની બિકીની અંગે કહ્યું હતું કે આ બધું સામાન્ય છે. તેમણે ક્યારેય વહુના નાના-મોટા કપડાં પર ધ્યાન જ આપ્યું નથી. વિચાર ક્યારેય ટૂંકા કે સંકુચિત હોવા જોઈએ નહીં. તો ઈશાનની મમ્મીએ કહ્યું હતું કે તેમના ઘરમાં કોઈ જાતના બંધનો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.