અરે બાપ રે પૂજારી સાથે આ શું થઈ ગયું, તમે પણ જોઈ લો વાયરલ વિડિયો

Pujari Viral Video: આજકાલ નાના મોટા દરેક લોકો સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે. જે કોઈને પાસે પણ સ્માર્ટફોન છે અને તે સોશિયલ મીડિયા વિશે ન જાણતો હોય તેવું નહીં બને. તમે પણ (Pujari Viral Video) સોશિયલ મીડિયા પર હશો જ અને જો રેગ્યુલર તેનો ઉપયોગ કરો છો તો તમે પણ એવી પોસ્ટ જોઈ હશે જેમાં વાયરલ વિડિયોને શેર કરવામાં આવ્યા હોય. ક્યારેક જુગાડના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તો ક્યારેક સ્ટંટ કરતા લોકોના વિડીયો વાયરલ થાય છે. પરંતુ કેટલીક વખત એવા વિડિયો દેખાય છે જેમાં અચાનક કંઈક એવું થઈ જાય છે જેની કોઈએ અપેક્ષા પણ ન કરી હોય.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં?
હમણાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે એક જગ્યાએ પૂજારી ઊભેલા છે, જે જમીનથી થોડી ઊંચાઈ પર છે. ક્યાંથી એક જાડો તાર બાંધેલો છે અને તે તાર દ્વારા પૂજારીને આગળની તરફ લઈ જતા દેખાઈ રહ્યા છે. તેમના હાથમાં માળા છે અને ત્રિશુલ છે. કદાચ તેઓને કેબલ દ્વારા કોઈ મંદિરમાં જઈ હાર પહેરાવાનો અને ત્રિશૂલ મૂકવાનું હશે. પરંતુ થોડું દૂર જતા એક દુર્ઘટના થાય છે. કેબલ તૂટવાને કારણે પૂજારી જમીન પર ઉભેલા લોકો પર પડી જાય છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની જાણકારી તો નથી પ્રાપ્ત થઈ રહી પરંતુ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વાયરલ વીડીયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે આ જોઈ ભગવાન પણ દંગ રહી ગયા હશે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે આ પુજારીજી સાથે ખૂબ ખોટું થયું છે. ઉડી રહ્યા હતા પરંતુ ઊડી ન શક્યા. એક અન્ય વ્યક્તિ લખે છે કે આ પૂજારીજીનું વજન થોડું વધારે છે.