જીવનભર એકલા રહેવાનો નિર્ણય સરળ નથી હોતો. આ નિર્ણય લેવાય તો જાય છે પરંતુ તેને નિભાવવા માટે અનેક મુશ્કેલીભર્યા સમયનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ઘર પરીવાર સાથે રહેતા પુરુષો અવિવાહિત પુરુષોની સરખામણીમાં વધારે ખુશ હોય છે. પરંતુ તાજેતરમાં થયેલી એક શોધમાં ખુલાસો થયો છે કે અવિવાહિત રહેતા પુરુષો વિવાહિત પુરુષોની સરખામણીમાં વધારે સારું જીવન જીવે છે. તે અન્ય લોકોની સરખામણીમાં વધારે સ્વસ્થ, ખુશહાલ, ભાવુક હોય છે.
અવિવાહિત પુરુષો પાસે વધારે મિત્રો હોય છે અને તે તમામ વધારે ખાસ હોય છે. શોધમાં જાણવા મળ્યું છે કે આઠમાંથી એક વ્યક્તિ પાસે એવા ખાસ મિત્રો ન હતા જેઓ વિવાહિત અને બાળકોના પિતા હતા. સારા મિત્રો હોવાથી જીવન વધારે લાંબુ અને ખુશહાલ રહે છે. જો કે અવિવાહિત પુરુષ પૈસાની વાતમાં નબળા હોય છે. વિવાહિત પુરુષોની સરખામણીમાં તેમની પાસે 40 ટકા ઓછી સંપત્તિ હોય છે. શોધ અનુસાર પિતા બન્યા બાદ વ્યક્તિ 21 ટકા વધારે કમાણી કરે છે.
અવિવાહિત પુરુષોમાં અપરાધ કરવાની શક્યતા વધારે હોય છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે સમાજમાં અવિવાહિત પુરુષો હોવાથી અપરાધનું સ્તર વધારે હોય છે. શોધ અનુસાર એકલા રહેતા પુરુષોનો સંબંધ તેના મિત્રો અને સંબંધીઓ સાથે વધારે સારો હોય છે તેથી તે એકલતા અનુભવતા નથી. અવિવાહિત લોકો પોતાના કામ પ્રત્યે વધારે સમર્પિત હોય છે.