Viral Video: સોશિયલ મીડિયા પર એક ખૂબ ચોકાવનારો વિડિયો વાયરલ થયો છે. જેનાથી લોકો ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે. સાથે સાથે જ લગ્નમાં કરવામાં આવતી આવી વિચિત્ર વિધિને લઈને લોકો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક લોકો એક મહિલાને (Viral Video) જબરદસ્તી ઉઠાવી એક ખાંભલા સાથે બાંધતા દેખાઈ રહ્યા છે. દુલ્હનના વેશ માં તૈયાર થયેલી યુવતી મદદ માટે બૂમો પાડી રહી છે પરંતુ કોઈ તેને બચાવવા માટે આવતું નથી.
આ ઘટના ઉત્તર ચીનના શાંક્ષી પ્રાંતની છે. ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહેલા લોકો કથિત રીતે વરરાજાના નાનપણના મિત્રો છે. તેઓ ફક્ત સદીઓ જૂની પરંપરા અનુસાર એક રમત રમી રહ્યા છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ ના રિપોર્ટ મુજબ વરરાજા ના યાંગ નામના એક મિત્રનું કહેવું હતું કે સ્થાનિક રિવાજ અંતર્ગત લગ્નમાં આ પ્રકારની હરકતો એક સામાન્ય બાબત છે. તેણે આગળ જણાવ્યું હતું કે આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે વરરાજો પોતે પણ ત્યાં જ હાજર હતો.
પારંપારિક ચીની લગ્ન દરમિયાન નવ-વિવાહિત યુગલ માટે માહોલને ખુશનુમાં બનાવવા અને તેને આરામ કરવામાં મદદ માટે હુન નાઓ નામની એક પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે. સદીઓ પહેલા એવું માનવામાં આવતું હતું કે લગ્નના દિવસે હસવાથી ખરાબ વસ્તુઓ દૂર જતી રહે છે. જોકે આજના આધુનિક સમયમાં આ પરંપરાને એક મજાક તરીકે લેવામાં આવે છે અને લોકો તેને ખૂબ નફરત કરે છે.
એક યુઝરે સવાલ કર્યો કોઈને આવી રીતે હેરાન કરવાથી કયા પ્રકારની ખુશી મળે છે. તો બીજાની યુઝરે કમેન્ટ કરી હતી કે જો દુલ્હનને કંઈ થઈ ગયુ હોત તો તેની જવાબદારી કોણ લેત.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App