Rajkot father raped: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ધોરણ નવમાં અભ્યાસ કરનારી 14 વર્ષીય સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે(Rajkot father raped) આવી છે. હદ તો ત્યારે થઈ ગઈ કે, જ્યારે પોતાના સાવકા પિતાની કાળી કરતૂત અંગે પોતાની સગી માતાને વાત કરી તો માતાએ દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ પોતાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી મૌન કરી દીધી હતી. જોકે રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસની કામગીરીના કારણે આખરે 14 વર્ષીય માસુમ દીકરીનો દેહ પીંખનાર સાવકા પિતા અને 14 વર્ષીય માસુમ દીકરી પાસે બીભત્સ પ્રકારની માંગણી કરનારા સાવકા પિતાના મિત્ર કમ બિઝનેસ પાર્ટનરની ધરપકડ કરવામાં આવી છે.
“મને લોહી નીકળવા માંડ્યુ હતુ”
14 વર્ષીય વિદ્યાર્થીની દ્વારા પોતાના 33 વર્ષીય સાવકા પિતા, 31 વર્ષીય સગી માતા તેમજ 24 વર્ષીય આશિષ મકવાણા નામના વ્યક્તિ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64(2)(F)(I), 65(1), 239, 351(3), 75(1)(2), 54 તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘‘ગત 6 ફેબ્રુઆરી 2025 ના રોજ મારી માતા મારી નાની બહેનને લઈ અમારા કૌટુંબીકના ઘરે ગયા હતા. તે દિવસે સાંજે શાળાએથી હું ઘરે પરત આવી હતી. ત્યારબાદ મારા સાવકા પિતા પણ બહારથી ઘરે આવ્યા હતા. તેમજ બેડરૂમનો દરવાજો બંધ કરીને મને નિર્વસ્ત્ર કરીને મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી મને લોહી નીકળવા માંડતા હું ગભરાઈ ગઈ હતી.
માતાએ પણ ધમકી આપી
ત્યારે મારા સાવકા પિતાએ મને કહ્યું હતું કે, ‘લોહી નીકળવા બાબતે તારી મમ્મી કંઈ પૂછે તો કહેજે, કે મને પિરિયડ આવ્યા છે.’ જેથી હું ગભરાઈ ગઈ હતી. તેમજ મારા પિતાના મિત્ર જે છેલ્લા ત્રણ વર્ષથી અમારી સાથે રહે છે. તેણે પણ ગત ડિસેમ્બર મહિનામાં ઘરે હું એકલી હતી ત્યારે મારી પાસેથી બીભત્સ માંગણી કરી હતી. ત્યારે તાજેતરમાં જ મેં મારી માતાને મારા સાવકા પિતા દ્વારા મારી સાથે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે બાબતે જાણ કરવામાં આવતા મારી માતાએ મને ધમકી આપી હતી. તેમજ કહ્યું હતું કે, ‘તું મને શું આપીશ? આ તારો પિતા મને રોટલો અને આશરો આપે છે. તું મરી જાતો પણ મને કંઈ ફરક પડતો નથી. તારી સાથે તેને શરીર સંબંધ બાંધ્યો છે જો તે બાબતે કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ.’
મિત્રએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસ.આર. મેઘાણીના જણાવ્યા અનુસાર 31 વર્ષીય મહિલા દ્વારા 7 વર્ષ પૂર્વે 33 વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવ્યા હતાં. લગ્ન સમયે તે ભોગ બનનાર પોતાની પુત્રીને આંગળિયાત તરીકે લાવ્યા હતાં. ગત 14 તારીખના રોજ 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે ધોરણ 11માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ ગુજારનાર વિદ્યાર્થી તેમજ તેની મદદગારી કરનારા 2 મિત્રો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ. ભોગ બનનારના માતા દ્વારા ગુનો પણ નોંધાવવામાં આવ્યો હતો.
નરાધમ રૂપ એવા સાવકા પિતાની ધરપકડ
એસીપી રાજકોટ પશ્ચિમ રાધિકા ભારાઈના જણાવ્યા અનુસાર હાલ ગુનાના કામે બનનારના 33 વર્ષીય સાવકા પિતા અને તેના મિત્ર કમ બિઝનેસ પાર્ટનર 24 વર્ષીય આશિષ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ જ્યારે 14 તારીખના રોજ દુષ્કર્મ વિથ પોક્સોની ફરિયાદ નોંધાઈ હતી. જે અંતર્ગત ભોગ બનનાર વિદ્યાર્થીનીને મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવામાં આવી હતી. ત્યારે તેણી દ્વારા સાથે આવેલા કોન્સ્ટેબલ સાથે પોતાની સાથે પોતાના સાવકા પિતા દ્વારા પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ સેજલ મેઘાણી અને તેમની ટીમ દ્વારા કાઉન્સેલરની મદદથી વિદ્યાર્થીનીનું કાઉન્સેલિંગ કરી તેની સાથે કઈ કઈ રીતે અને કોના દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે તે બાબતે વિગતો પૂછવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App