કોરોનાવાયરસ મહામારીના વિરોધમાં દેશમાં મહાજંગ ચાલી રહી છે.દેશમાં લાગુ થયેલા lockdown ની અવધી પણ ત્રણ મેના રોજ પૂરી થઈ રહી છે, એવામાં આગળની શું રણનીતિ હશે. તેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે થોડીવારમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી ની આ મુખ્યમંત્રીઓ સાથે ચોથી બેઠક હશે, જેમાં દેશના હાલની પરિસ્થિતિ પર ચર્ચા થશે.
સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં લોકડાનને મે ના મધ્યભાગ સુધી લંબાવવાની મંજુરી માંગી શકે છે. સાથે સાથે મહારાષ્ટ્રમાં લોકડાઉન મે મહિનાનાં અંત સુધી લંબાવવામાં આવી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ પર ચર્ચા કરશે.પહેલા આ ચર્ચા 11 વાગે શરૂ થવાની હતી. પરંતુ ઘણા વિદેશી રાષ્ટ્રીય દૂતો સાથે ફોન કોલ યોજાયેલા હોવાના કારણે હવે આ પહેલા કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news