ભારતના 2.38 કરોડ લોકોના WhatsApp એકાઉન્ટ થયા બંધ, ફેસબુકે પણ કરી કાર્યવાહી- જાણો શું છે કારણ?

50 કરોડથી વધુ ભારતીયો WhatsAppનો ઉપયોગ કરે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, 108 કરોડની પુખ્ત વસ્તીમાંથી દર સેકન્ડ ભારતીય WhatsApp પર છે. આમાંથી ઘણા લોકો ગુનાહિત રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આને રોકવાના પ્રયાસોના ભાગરૂપે WhatsAppએ છેલ્લા એક વર્ષમાં ભારતમાં 2.38 કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. જુલાઈ 2021માં સૌથી વધુ 30,27,000 ખાતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ કારણોસર લગાવવામાં આવ્યો છે પ્રતિબંધિત:
સાયબર એક્સપર્ટ અને સાયબ્રોટેકના પ્રેસિડેન્ટ અનુજ અગ્રવાલ કહે છે કે, કોઈ યુઝર અશ્લીલ, બદનક્ષી, ધમકી આપનારી, ધમકાવનારી, નફરત ફેલાવતી અથવા હિંસા માટે ઉશ્કેરણી કરનાર કન્ટેન્ટ શેર કરે છે અને જો કોઈની તરફથી ફરિયાદ આવે તો WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

આ આંકડાઓથી ખૂબ જ ચિંતાજનક બાબત એ છે કે ગુનેગારો સાથે સંપર્ક, હત્યા, દુષ્કર્મ અને અશ્લીલતા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક સર્વે અનુસાર, WhatsAppના 10માંથી 4 યુઝર્સ નિયમિતપણે અશ્લીલ ફોટો કે વીડિયો એક્સેસ કરે છે. એટલે કે આશરે 40 ટકા WhatsApp યુઝર્સ પ્રત્યક્ષ કે આડકતરી રીતે અશ્લીલતા, હિંસા ભડકાવવા, અફવાઓ ફેલાવવા જેવા ગુનાઓ કરી રહ્યા છે.

ફેસબુકે પણ હિંસક પોસ્ટને હટાવી:
WhatsApp, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટાના એક રિપોર્ટ અનુસાર, ફેસબુકે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં હિંસા અને ઉશ્કેરણી સાથે સંબંધિત 21.7 મિલિયન પોસ્ટ સામે કાર્યવાહી કરી હતી. 1.8 અબજ નકલી માહિતી દૂર. ઇન્સ્ટાગ્રામે દવાઓનો પ્રચાર કરતી 1.8 મિલિયન પોસ્ટ દૂર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *