તમારું પણ WhatsApp બંધ નથી થયું ને! 1 મહિનામાં 71 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

Published on Trishul News at 4:00 PM, Sat, 11 November 2023

Last modified on November 10th, 2023 at 5:16 PM

WhatsApp banned Indian accounts: દર મહિનાની જેમ સપ્ટેમ્બરમાં પણ વોટ્સએપે લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ(WhatsApp banned Indian accounts) મૂક્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે સપ્ટેમ્બર મહિનામાં 71.1 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. IT નિયમો અનુસાર આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાસ્તવમાં, ભારતમાં યુઝર્સને સુરક્ષિત રાખવા માટે WhatsApp દર મહિને IT નિયમો અનુસાર અનેક પગલાં ભરે છે.

આ અંતર્ગત કંપની દર મહિને એક રિપોર્ટ પણ જારી કરે છે, જેમાં પ્રતિબંધિત એકાઉન્ટ અને અન્ય વિગતો આપવામાં આવે છે. કંપનીએ કહ્યું છે કે સપ્ટેમ્બરમાં 71.1 લાખ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત(WhatsApp banned Indian accounts) કરવામાં આવ્યા છે, જેમાંથી 25.7 લાખને કોઈપણ યુઝર્સ ફરિયાદ કરે તે પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.

વપરાશકર્તા સુરક્ષા અહેવાલમાં આપવામાં આવેલી માહિતી

તમને જણાવી દઈએ કે ભારતીય યુઝર્સને તેમના નંબરોથી ઓળખવામાં આવે છે, જે +91 કોડથી શરૂ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 સપ્ટેમ્બર, 2023થી 30 સપ્ટેમ્બર, 2023 વચ્ચે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તેના પર લેવાયેલા પગલાઓની માહિતી પણ આપવામાં આવી છે.

WhatsAppએ આ મામલે કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં 10,442 યુઝર્સે રિપોર્ટ કર્યો છે. આમાં 1031 રિપોર્ટ એકાઉન્ટ સપોર્ટ સાથે સંબંધિત છે. આ ઉપરાંત, પ્રતિબંધની અપીલના 7,396 અહેવાલો, 1,518 અન્ય સપોર્ટ કેસ, 370 પ્રોડક્ટ સપોર્ટ સંબંધિત અહેવાલો અને 127 સુરક્ષા સંબંધિત અહેવાલો હતા.

રિપોર્ટના આધારે કંપનીએ 85 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. યુઝર્સને સુરક્ષિત રાખવા માટે કંપની દર મહિને આવા પગલાં ભરે છે. વોટ્સએપે નવેમ્બરમાં 74 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ(WhatsApp banned Indian accounts) મૂક્યો હતો. આમાં કોઈપણ યુઝર ફરિયાદ કરે તે પહેલા જ 35 લાખ એકાઉન્ટને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.

માત્ર વોટ્સએપ જ નહીં, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પણ આવા પગલાં ભરવા પડશે. IT નિયમો હેઠળ, તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદ રિપોર્ટ જારી કરવાની હોય છે. વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યુઝર્સને એક નવું યુઝર ઈન્ટરફેસ જોવા મળશે.

iOS  ની જેમ Android યુઝર્સને પણ વોટ્સએપમાં સૌથી નીચે નેવિગેશન બાર મળશે. આ સિવાય તાજેતરમાં જ કંપનીએ WhatsApp Channel ફીચર એડ કર્યું છે. આ ફીચરની મદદથી તમે નંબર વગર પણ વોટ્સએપ પર અન્ય યુઝર્સ સાથે કનેક્ટ કરી શકશો. એપ્લિકેશન ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર મલ્ટી એકાઉન્ટની સુવિધા ઉમેરવા જઈ રહી છે. તેની મદદથી યુઝર્સ એક જ એપ પર એકથી વધુ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.

Be the first to comment on "તમારું પણ WhatsApp બંધ નથી થયું ને! 1 મહિનામાં 71 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ"

Leave a comment

Your email address will not be published.


*