Rajasthan husband abandons wife: રાજસ્થાનના અલવારના માલાખેડા નજીક મોરેડા ગામના એક બેરહેમ પિતાએ પોતાની બે જુડવા નવજાત દીકરીઓ તેમજ પત્નીને રસ્તા પર છોડી ચાલ્યો ગયો છે. પતિએ પહેલા ઘરમાં એક નવજાત બાળકીને ખાટલા પરથી નીચે ફેંકી દીધી. દરમિયાન તે બચી ગઈ. ત્યારબાદ પત્નીને બે દીકરીઓના જન્મ પર સજા આપતા તેને ઘરમાંથી (Rajasthan husband abandons wife) બહાર કાઢી મૂકી હતી. હવે બંને નવજાત શિશુઓને અલવરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મહિલાનું પિયર અલવાર શહેરમાં દિલ્હી દરવાજા ગંગા મંદિર પાસે છે. તેના માતા પિતા નથી. વર્ષ 2020 માં દાદીએ જ આ યુવતીના લગ્ન કરાવ્યા હતા.
માલખેડાના મોરેડા ગામમાં રહેતા સમયસિંહના 7, મે 2020 ના રોજ અલવરના દિલ્હી દરવાજા વિસ્તાર પાસે રહેતી પ્રિય સાથે લગ્ન થયા હતા. પ્રિયાના મા બાપ પહેલેથી નથી. પ્રિયાના કાકા ઈસ્માઈલપુર ગામમાં રહે છે અને તેના લગ્ન તેની દાદીએ કરાવ્યા હતા. 26 માર્ચ ના રોજ બે જુડવા દીકરીઓને જન્મ આપ્યો હતો. દીકરીઓના જન્મની સાથે જ સમયસિંહ નાખુશ હતો. દીકરીઓના જન્મ બાદ તે રોજને રોજ પ્રિયા સાથે મારપીટ કરતો તેમજ તેને ન કહેવાનું કહેતો હતો. 22 એપ્રિલના રોજ સમય સિંહે પોતાની પત્ની પ્રિયા તેમજ બંને દીકરીઓને તુલેદા નજીક રસ્તા પર છોડી આવ્યો હતો.
પ્રિયાએ કહ્યું હતું કે દીકરીઓના જન્મ બાદ પતિ તેની સાથે મારપીટ કરતો હતો અને આખરે ત્રણેયને અચાનક બાઈક દ્વારા રસ્તા પર છોડી દીધા, તે એક સાથે બે દીકરીઓના જન્મથી નાખુશ છે. પત્નીએ જણાવ્યું હતું કે પતિને દીકરીઓ જોઈતી ન હતી. થોડા દિવસ પહેલા તેણે એક દીકરીને ખાટલા પરથી નીચે ફેંકી દીધી હતી. આ બાળકી માથાભેર નીચે પડી હતી. હાલમાં બંને બાળકીઓ હોસ્પિટલમાં દાખલ છે.
જણાવ્યું હતું કે બેટીઓના જન્મથી પહેલા તેના બે દીકરા છે. સમય સિંહ બંને દીકરાઓને પોતાની સાથે લઈને ચાલ્યો ગયો. ત્યારબાદ પ્રિયાએ તેની ફઈને આ મામલે જાણ કરી હતી. થોડીવારમાં દિલ્હી દરવાજાથી દાદી આવી અને દીકરીઓને બાળકોની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે નવજાતને કોઈ ઈજા બહારની નથી. અંદરની ઈજા હોય તો તપાસમાં સામે આવશે. મહિલાના પરિચિત એક સગાએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App