2025 માં ક્યારે છે અખાત્રીજ? જાણો સોનું-ચાંદી ખરીદવાનો સૌથી શુભ સમય

Akshaya Tritiya 2025: દર વર્ષે વૈશાખ માસમાં આવતી શુક્લ પક્ષની ત્રીજા અખાત્રીજ કે અક્ષય તૃતીયા નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે કંઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે, તેનું અક્ષય ફળ મળે છે. અખાત્રીજના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન (Akshaya Tritiya 2025) વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે સોનું ચાંદી અથવા નવી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો પણ અખાત્રીજના દિવસે જ ખેતર ખેડવાની શરૂઆત કરે છે.

આ દિવસે અબુજ મુરતને કારણે કોઈપણ સમયે તમે ખરીદી અથવા માંગલિક કાર્યો કરી શકો છો, પરંતુ જો તમે વિશેષ મુરતમાં સોનાની ખરીદી કરો છો તો લક્ષ્મી માતા ખૂબ પ્રસન્ન થાય છે.

આવો જાણીએ આ વર્ષે અખાત્રીજના દિવસે સોનું ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત કહ્યું છે?

વૈશાખ માસની શુક્લપક્ષની ત્રીજની તિથિ 29 એપ્રિલ 2025 ના રોજ સાંજે 5:31 મિનિટથી શરૂ થઈને 30 એપ્રિલ 2025 ની બપોરે 2:12 મિનિટના રોજ પૂર્ણ થશે. જ્યોતિષ અનુસાર અખાત્રીજના દિવસે પૂજાનું મુરત સવારે 5:42 વાગ્યાથી લઈને 9:00 વાગ્યા સુધીનું છે.

જો તમે કોઈ શુભ કાર્ય કરવા માંગતા હોવ તો તેના માટે સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી સારા મુરત છે. તમે ગૃહ પ્રવેશ અથવા નવા વ્યવસાય શરૂ કરવા અથવા અન્ય માંગલિક કાર્ય કરી શકો છો.

ખરીદીનું શુભ મુહૂર્ત
જ્યોતિષના જણાવ્યા અનુસાર આ દિવસે સોનુ ચાંદી અથવા કોઈ નવી વસ્તુ ખરીદી કરવાનો યોગ્ય સમય સવારે 9:00 વાગ્યા થી લઈને બપોરે 12:18 મિનિટ સુધી છે.

શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.