Lovebirds fled in Bihar: બિહારના બગહાથી પ્રેમી-પ્રેમિકાએ ભાગીને લગ્ન કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. છોકરીના પિતાએ યુવક વિરુદ્ધ અપહરણની એફઆઇઆર નોંધાવી છે. મામલો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકેલા એક 20 સેકન્ડ ના વીડિયોને (Lovebirds fled in Bihar) કારણે ચર્ચામાં આવ્યો છે, જેમાં યુવતીએ જાતે ભાગી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.
હકીકતમાં છોકરીની ઓળખ નિશા કુમારીના રૂપે થઈ છે. તેમજ વીડિયોમાં તે ભાવુક થઈને કહે છે કે હું આમને ભગાડીને લાવી છું. ખૂબ જ પ્રેમ કરું છું. તેમની સાથે જ જીવવું મરવું છે. મહેરબાની કરી સાસરીયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતા. વીડિયોમાં તે પોતાના પ્રેમી સુરજકુમારના પરિવારની સુરક્ષાની વિનંતી પોલીસને પણ કરી રહી છે.
મળતી જાણકારી અનુસાર નિશા નરકકટીયાગંજ માં રહે છે અને સુરજ તે જ વિસ્તારમાં રહે છે. બંને 27 એપ્રિલના રોજ ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ છોકરીના પિતાએ 30 એપ્રિલના રોજ શિકારપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. જેમાં સૂરજ અને તેના પરિવારના લોકો ઉપર અપરણનો આરોપ લગાવ્યો છે.
આ ઘટના અંગે પોલીસે જાણકારી આપી
શિકારપુર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી અવનિશ કુમારે જણાવ્યું હતું કે એફઆઇઆર નોંધી લેવામાં આવી છે અને વાયરલ વીડિયોની પણ તપાસ ચાલી રહી છે. જો તપાસમાં એવું સામે આવશે કે છોકરી પુખ્ત વયની છે અને તેને પોતાની મરજીથી ઘર છોડ્યું છે, તો તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App