અવાર-નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા જ રહે છે પરંતુ ગાઝિયાબાદ (Ghaziabad) જિલ્લાનો આ કિસ્સો ખુબ જ ચોકાવનારો છે. આ ઘટનામાં ગાઝિયાબાદના લોનીમાં (Loni) ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના (Tronica City Police Station Area) ઈલાચીપુર (Elaichipur) ગામમાં શનિવારે સાંજે એક મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ઝેર ખાઈ લીધું હતું.
મળતી માહિતી અનુસાર મોનુ ઈલાઈચીપુર ગામ અમન ગાર્ડન કોલોનીમાં પરિવાર સાથે રહે છે. તે મજુરી કરે છે. ઘરમાં પત્ની મોનિકા (30), પુત્ર અંશ (3), બે પુત્રીઓ મનાલી (11) અને સાક્ષી (6) સહિત પરિવારના અન્ય સભ્યો રહે છે. મોનુ અને મોનિકાના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે મોનુના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. આસપાસના લોકોએ જણાવ્યું કે મોનુને લગભગ ત્રણ મહિના પહેલા ટીબી થયો હતો. તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તબિયત સારી ન હતી. થોડા જ સમય પહેલા મોનુના પિતા રામ સિંહનું પણ ટીબીના કારણે મૃત્યુ થયું હતું. જેના કારણે મોનિકા પરેશાન રહેતી હતી. મોનિકા પોતાના પતિની કોઈ મોટી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા ઈચ્છતી હતી. પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે શક્ય નહોતું. આ કારણોસર પરેશાન રહેતી હતી.
શનિવારે મોનુ કામ પર ગયો હતો. તે દરમિયાન બપોરે 3.30 વાગ્યાની આસપાસ મોનિકાએ તેના ત્રણ બાળકો સાથે ઘરમાં ઝેર પી લીધું હતું. થોડા સમય પછી બંને દીકરીઓની તબિયત બગડવા લાગી. તબિયત બગડતાં મોનિકાએ કંઈ કહ્યું નહીં, આ દરમિયાન ઘરમાં બિમાર રહેતાં તેના સાસુએ ઊભા થઈને તેના બીજા પુત્રને બોલાવ્યા. મોનુનો ભાઈ પાડોશમાં જ રહે છે.
જેઠ ઘરે પહોંચ્યા ત્યારે બંને દીકરીઓની તબિયત ખરાબ હતી. બંને દીકરીઓની તબિયત બગડતાં મહિલાના જેઠ બંને છોકરીઓને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં લઈ ગયા અને દાખલ કર્યા. તેને ખબર ન હતી કે મહિલા અને અંશે પણ ઝેર પી લીધું છે. ત્યાર પછી જ્યારે મોનુ ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની અને પુત્રનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. મોનુને ઘરમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ થયેલ બંને દીકરીઓનું પણ મોત નીપજ્યું હતું. લાશ મળી આવતા પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. આ પછી પરિવારજનોએ પોલીસને જાણ કરી. માહિતી મળ્યા બાદ લોની સીઓ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
સીઓએ કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે પરિવારની કથળતી આર્થિક સ્થિતિને કારણે મહિલાએ પોતાને અને બાળકોને ઝેર પી લીધું હતું. ઝેર કઈ વસ્તુમાં ભેળવવામાં આવ્યું હતું, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી ઘરમાં આવું કંઈ મળ્યું નથી. પોલીસ ટીમ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઝેર પીધું તે જાણી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.