માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલ ના દરબારે આવી પહોચે છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે.
ત્યારે આજે આપણે માં મોગલના આવા જ વધુ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં વધુ એક યુવક 5000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલના દરબારે માનતા પૂરી કરવા માટે આવી પહોચ્યો હતો. આ 5000 રૂપિયા તેણે કબરાઉ સ્થિત બિરાજમાન એવા મણીધર બાપુના ચરણે અર્પણ કર્યા હતા, ત્યારે મણીધરબાપુએ તેની આશીર્વાદ આપતા પૂછ્યું કે આ શેની માનતા હતી.
આ દરમિયાન યુવકે જણાવ્યું હતું કે, મને વિદેશ ભણવા માટે જવું છે તેથી વિદેશ જવાની તૈયારીઓ કરી રહ્યો હતો. તેથી મેં માનતા માની હતી કે વિદેશ જવા માટેની પરીક્ષામાં પાસ થઈ જાય તો કબરાઉ સ્થિત આવેલા મોગલધામ એ આવીને માં મોગલ ના ચરણે 5000 પણ કરીશ. ત્યારે માં મોગલની કૃપાથી મારી આ માનતા પૂર્ણ થઈ ગઈ છે. તેમજ હું સારા માર્કસે પાસ થઈ ગયો. જેથી હું અહિયાં માનતા પૂર્ણ કરવા આવ્યો છું.
તેથી બાપુએ યુવકની પાસેથી પૈસા લીધા અને તે પાંચ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલે તારી સાત ગણી માનતા સ્વીકારી છે અને તારા પૈસા તારી બેનને આપજે એટલે માં મોગલ ખૂબ જ રાજી થશે. આ તો આપનારી આઈ છે. આ રીતે માં મોગલે આજદિન સુધી અનેક પરચાઓ આપ્યા છે. એટલે જ તો કહેવાય છે કે, જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.