Viral Video: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ટ્રેક્ટર ચલાવતી વખતે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું ભારે પડી ગયું હતું. અચાનક નીચે પડવાને કારણે ટ્રેક્ટર ચાલક રોટરવેટમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અને ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની જાણકારી (Viral Video) મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશને કબજે કરી હતી. પોલીસે લાશને કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી.
આ મામલો ઉત્તરપ્રદેશ રાજ્યના બાંદા જિલ્લાનો છે. અહીંયા રહેતા 19 વર્ષીય અનિલ ટ્રેક્ટર માં રોટરવેટ લગાવી ખેતરની માટીને સમતલ કરી રહ્યો હતો, તે જ સમયે તેણે મોબાઇલમાં રીલ બનાવવાની શરૂઆત કરી દીધી. એવામાં અચાનક તેણે સંતુલન ગુમાવ્યું અને તે નીચે પડી ગયો, જેના લીધે તે રોટરવેટમાં ફસાઈ ગયો હતો. તે કઈ સમજી શકે તે પહેલા જ તેનું માથું ધડથી અલગ થઈ ગયું. તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું.
જાણકારી મળી છે કે અનિલ ટ્રેક્ટર ચલાવી પરિવારનું પાલનપોષણ કરતો હતો. ઘટના બન્યા બાદ પરિવારજનોમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
સ્થાનિક એસ.પી શિવરાજે જણાવ્યું કે મુરલીયા પૂરવા ગામમાં ખેતરમાં તે કામ કરી રહ્યો હતો. તેનું રોટરવેટની ઝપટમાં આવી જવાને કારણે મૃત્યુ થઈ ગયું છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. લોકોની પૂછપરછ બાદ માલુમ પડ્યું હતું કે તે ટ્રેક્ટર ચલાવતી વખતે રિલ બનાવી રહ્યો અને તેનું સંતુલન બગડતા તે પડી ગયો હતો. પડ્યા બાદ તે રોટરવેટની જપટે ચડી ગયો હતો. તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App