ક્યાં 82.96 રૂપિયે વેચાઈ રહ્યું છે પેટ્રોલ? અહીં ક્લિક કરી જાણો આજના Petrol-Diesel ના નવા ભાવ

દેશની ઓઈલ કંપની(The country’s oil company)ઓએ 19 જાન્યુઆરી 2022 ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel)માં વધારો કે ઘટાડો ન કરવાનો નિર્ણય લીધો છે. બુધવાર, 19 જાન્યુઆરી, 2022 ના રોજ, પહેલાની જેમ, પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની કિંમતોમાં સ્થિરતા જોવા મળી રહી છે.

પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં છેલ્લો મોટો ઘટાડો ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવ્યો હતો. તેમજ દેશમાં તેલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ હતા. જે બાદ કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ તરત જ રાજ્ય સરકારોએ પણ વેટના દરમાં ઘટાડો કરીને વધેલા દરો પર નિયંત્રણ મેળવ્યું હતું. ઈંધણના ભાવમાં આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તેવી જ રીતે મુંબઈમાં પણ પેટ્રોલ 109.98 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

શું તમે જાણો છો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી અને ડીલર કમિશન સહિત અન્ય ઘણી વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે. ડીલરો, પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ તમામ ખર્ચો પણ પેટ્રોલ અને ડીઝલના અંતિમ દરોમાં ઉમેરવામાં આવે છે.

જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત:

આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. રાંચીમાં પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 91.56 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. શિમલામાં પેટ્રોલ 95.94 રૂપિયા અને ડીઝલ 80.28 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. લખનૌમાં પેટ્રોલ 95.29 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યા જાહેર કરવામાં આવે છે. જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા માંગતા હો, તો તમે તેલ કંપનીઓને SMS મોકલીને તમારા શહેરમાં ચાલતા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *