ભારતએ વિવિધતામાં એકતાનો દેશ કહેવામાં આવે છે.ભારત દેશ એટલો વિશાળ છે, જેના વિશે એવું પણ કહેવાય છે કે દરેક જગ્યાએ પર પાણી બદલાય છે અને થોડાક અંતરે વાણી પણ બદલાય છે એટલે કે વિસ્તાર પ્રમાણે બોલી અને ભાષાની સાથે સાથે દરેક વિસ્તારનું પાણી પણ બદલાતું રહે છે. આપણી સંસ્કૃતિ, વિચારો, ખોરાક અને જીવનશૈલી વગેરે વિશ્વના દેશોથી અલગ છે.
ગામમાં નથી થતી કન્યાની વિદાય:
આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય આવા ગામ કે સમુદાય વિશે સાંભળ્યું છે જ્યાં લગ્ન કર્યા પછી કન્યા વરરાજાના ઘરે નથી જતી, પરંતુ વર કન્યાના ઘરે રહે છે. આપણા દેશમાં એક ગામ એવું પણ છે, જ્યાં લગ્ન પછી છોકરીઓ સાસરે જતી નથી, પણ માત્ર જમાઈ છોકરીના ઘરે આવે છે અને છોકરીના ઘરે રહે છે.
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં આવેલા હિંગુલપુર ગામની વાત છે. આ ગામ જમાઈના ગામ તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં લગ્ન બાદ વરરાજાને જમાઈ બનીને છોકરીના ઘરે જ રહેવું પડે છે. સાસરિયા પક્ષ દ્વારા જમાઈને રોજગારી અથવા રોજગારના સાધનો પૂરા પાડવામાં આવે છે. હકીકતમાં, ઘણા સમય પહેલા આ ગામ સ્ત્રી ભ્રૂણહત્યા અને દહેજ હત્યામાં ઘણું આગળ હતું પરંતુ આજના સમયમાં આ ગામે પોતાની દીકરીઓને બચાવવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી છે.
ભારત દેશમાં આવા ઘણા ગામો છે:
ભારતમાં આવા ઘણા ગામો છે જ્યાં આવી પરંપરા છે. મેઘાલયમાં આદિજાતિઓની પણ આવી જ પરંપરા છે.આ સમુદાય મહિલા અધિકારોનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. આ રાજ્યની આશરે 25 ટકા વસ્તી આ સમુદાય સાથે સંકળાયેલી છે અને આ તમામ સમુદાયો માતૃસત્તાક છે. આ સમુદાયની મહિલાઓ તેમની ઈચ્છા પર કોઈપણ સમયે તેમના લગ્ન તોડી શકે છે. અહીં પણ લગ્ન પછી વર તેના સાસરિયાના ઘરે રહે છે.મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા મથક નજીક પણ એક એવું જ એક ગામ છે, જ્યાં જમાઈ આવે છે અને તેના સાસારીયાના ઘરે રહેવા લાગે છે. અહીંનું બીટલી નામનું ગામ પણ જમાઈ ગામ તરીકે ઓળખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.