ગુજરાત (Gujarat) ના કચ્છ (kachchh) માંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અંહી ફરજ દરમિયાન એક પોલીસકર્મીનો મૃત્યુ (Police Death) થયું છે. અબડાસાના કોઠારા નજીક વાહન ચેકિંગ કરતી વખતે પોલીસ કર્મીને બાઈકચાલકે ટક્કર મારી દીધી હતી. ટક્કર લાગતા જ પોલીસ કર્મી ફંગોળાયા હતા અને મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કોઠારા પોલીસ મથકના પોલીસ કર્મી મોડી રાત્રે આશરે દોઢ વાગ્યે પોતાની ફરજ દરમ્યાન વાહન ચેકિંગ માટે એક બાઇકને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાઈક ચાલે કે ગાડી ઉભી ન રાખી ત્યાંથી ભાગવા નો પ્રયાસ કર્યો હતો. બાઈક ચાલક ને રોકવા પોલીસ કર્મી પાછળ લટક્યા હતા. પરંતુ બાઇક ચાલકની સ્પીડ વધારે હોવાથી પોલીસ કર્મી ફંગોળાયા હતા, જેથી માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી.
૫૦ વર્ષીય પ્રવીણ ગોપાલ ગઇરાત્રે તિત્રા પોલીસ ચેકપોસ્ટ ખાતે પોતાની ડ્યુટી નિભાવી રહ્યા હતા. તે દરમિયાન રાતના 1:30 વાગે નલિયા તરફથી એક બાઈક આવી રહી હતી. જ્યારે પોલીસ કર્મીએ પૂછપરછ માટે બાઈક ઉભી રાખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઈક સવારે ગાડી ઉભી ન રાખી. તેમ છતાં બાઈક સવારને પકડવા પાછળ લટકી ગયા હતા.
બાઈક પર બે વ્યક્તિઓ સવાર હતા, પોલીસે ઉભી રાખવા કહ્યું તેમ છતાં બાઈક ભગાવવાનો પ્રયાસ કરતા પોલીસ કર્મી રસ્તા પર જ ફંગોળાઈ ગયા. જેના કારણે પોલીસ કર્મીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તાત્કાલિક પ્રવીણભાઈને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટરે પોલીસ કર્મીને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસને સમગ્ર મામલો સમજાયો હતો. અકસ્માત સર્જનાર બે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મન ફાવે તેમ ગાડી હંકારી અકસ્માત સર્જી મોત નિપજાવતો કેસ દાખલ કર્યો હતો, અને આગળની તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.