RTOમાં ટેસ્ટ આપવા ગયેલા શખ્સે કાબુ ગુમાવી લક્ઝુરિયસ કાર સાથે ધડાકાભેર અથડાવી દીધી

સુરત(ગુજરાત): બુધવારે આરટીઓમાં ફોર વ્હીલની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલ એક ઉમેદવારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની અલ્ટો કાર ઓડી કાર સાથે અથડાઈ ગઈ હતી. આરટીઓના અધિકારી આ ઘટના અંગે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા જ હરિયાણાની એક ઓડી કારને ટેક્સ નહીં ભરવા બદલ સુરત આરટીઓએ ચેકિંગ સમયે પકડીને જપ્ત કરી હતી. જે કાર આરટીઓ કેમ્પ્સમાં રાખી હતી.

ત્યારે બુધવારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અલ્ટો કાર લઇને આવેલા એક ઉમેદવારે સ્ટિયરિંગ પરથી ગુમાવ્યો હતો. તેણે કારણે ઉમેદવારની અલ્ટો કાર સીધી જ હરીયાણાની ઓડી કાર સાથે અથડાઇ ગઈ હતી. અધિકારીઓએ આ વાતની જાણ ઓડી કારના માલિકને કરી હતી. ત્યારબાદ બંને કાર માલિક વચ્ચે બેઠક થઈ હતી. જો કે, બંને એક સમાજના હોવાથી તેમની વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

આ અકસ્માત કરનાર ઉમેદવારે ઓડી કારમાં થયેલા નુકશાનના રૂપિયા આપવા તૈયાર હતો. ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવવા આવેલો અને અકસ્માત કરનારો ઉમેદવાર અલ્ટો કાર પણ તેના મિત્રની લાવ્યો હતો. તેની કારમાં થયેલા નુકશાનના રૂપિયા ચૂકવવાની પણ તૈયારી બતાવી હતી. આ ઉપરાંત અકસ્માત થયા પછી ઉમેદવારે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપી હોવાની વાત જણાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *