મોરબીમાં ધૂણતાં ધૂણતાં ભૂવાને આવ્યો હાર્ટ-એટેક; જુઓ LIVE મોતનો વિડીયો

Bhuvo Death In Mataji Mandavao: રાજ્યમાં ગરમી વધવાની સાથે હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન મોરબીના વાઘપર ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાઘપર ગામે ધૂણતી વખતે હાર્ટ એટેકથી ભુવાનું મોત થયું હતું. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન(Bhuvo Death In Mataji Mandavao) ધૂણી રહેલા ભુવા પીઠાભાઈ મકવાણાનું મોત થતાં ચકચાર મચી ગઈ હતી.

ધુણતા ધુણતા અચાનક ઢળી પડ્યા
મળતી વિગતો અનુસાર મોરબીના મોરબીના વાઘપર ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં ધૂણી રહેલા વૃદ્ધ પીઠાભાઈ મકવાણા અચાનક ઢળી પડ્યા હતા. બાદમાં તેઓને તાત્કાલિક તેઓની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તે હાજર ડોક્ટરે તેઓને અમૃત જાહેર કર્યા હતા. બાદમાં સામે આવ્યો હતો કે આવી હાર્ટ એટેક જવાના કારણે મોત થયું છે. ધૂણતી વખતે હાર્ટ એટેકનો વિડિઓ આવ્યો સામે હતો. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

માંડવામાં ધૂણતા ભુવાનું મોત
મોરબીના વાઘપર ગામે કાર્યક્રમમાં ધૂણતી વખતે હાર્ટ એટેકથી ભુવાનું મોત નિપજ્યું છે. ધાર્મિક કાર્યક્રમમાં ધૂણી રહેલા વૃદ્ધ પીઠાભાઈ મકવાણાનું મોતથી સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારે આ લાઈવ મોતનો ડરામણો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધૂણતી વખતે તેઓ કેવી રીતે ઢળી પડે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આમ, વધતા જતા હાર્ટ એટેકના બનાવો સમાજ માટે ચિંતાનો વિષય બન્યા છે.

ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા
આસપાસના અને રમેલમાં બેઠેલા લોકોએ છાતી પર હાથ ઘસ્યા બાદ પણ નહીં જાગતા તેમને પહેલા સ્થાનિક અને પછી ખાનગી દવાખાને લઈ જતા તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. હાલમાં ભૂવાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.