જાણો કોણ છે મલ્લિકા સાગર? જે IPLના ઈતિહાસમાં બનશે પ્રથમ મહિલા ઓકશનર, આજે ખેલાડીઓની કરશે હરાજી

IPL Auction 2024: IPLની 17મી સિઝન માટે ખેલાડીઓનું બજાર આજે એટલે કે મંગળવારે (19 ડિસેમ્બર) તૈયાર થઈ જશે. હરાજી માટે 1166 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા પરંતુ બીસીસીઆઈએ 333 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કર્યા છે જેઓ આઈપીએલની હરાજીમાં પ્રવેશ કરશે. IPL 2024 ની મીની હરાજી દુબઈના કોલા કોલા એરેના ખાતે યોજાશે. લીગના છેલ્લા 16 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે વિદેશમાં હરાજીનું આયોજન કરવામાં આવશે. હરાજી કોણ કરશે? આ જાણવા માટે લોકો ખૂબ જ ઉત્સુક છે. આ પહેલીવાર હશે જ્યારે IPLની હરાજી(IPL Auction 2024) કરનાર પુરુષને બદલે મહિલા હશે.

IPL Auction 2024 ની હરાજી કરનાર પ્રથમ મહિલા મલ્લિકા સાગર(Mallika Sagar)

મલ્લિકા સાગર( Mallika Sagar) આ વખતે IPL ઓક્શનની હરાજી કરનાર હશે, જેણે તાજેતરમાં વુમન્સ પ્રીમિયર લીગમાં હરાજી કરનારની ભૂમિકા ભજવી હતી. છેલ્લી IPL 2023ની હરાજીમાં હ્યુજીસ એડવર્ડ્સે હરાજી કરનારની ભૂમિકા ભજવી હતી. મલ્લિકા આ ​​વખતે એડમીડ્સનું સ્થાન લેશે. હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. મલ્લિકાએ ફિલાડેલ્ફિયાની બ્રાયન મોર કોલેજમાંથી આર્ટ હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 2001માં ઓક્શન કંપની ક્રિસ્ટીઝ દ્વારા કરી હતી. મલ્લિકાએ 26 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 48 વર્ષની મલ્લિકા પાસે હરાજી કરનાર તરીકે 25 વર્ષનો અનુભવ છે. તે પ્રો કબડ્ડી લીગમાં હરાજી કરનાર પણ રહી ચૂકી છે.

70 ખેલાડીઓ પર લાગશે બોલી

IPL 2024ની હરાજીમાં વધુમાં વધુ 70 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. કુલ 10 ફ્રેન્ચાઇઝી ટીમના પર્સમાં 262.95 કરોડ રૂપિયા છે. ગત વખતની જેમ આ વખતે પણ વિદેશી ખેલાડી પર વધુ રકમની બોલી લગાવવાની આશા છે. ગત વખતે તેણે ઈંગ્લેન્ડના બોલિંગ ઓલરાઉન્ડર પર પૈસાનો વરસાદ કર્યો હતો. આ વખતે ટીમો પોતાની તિજોરી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર ખાલી કરી શકે છે.

આ રીતે થશે હરાજી

333 ખેલાડીઓને 19 અલગ-અલગ સેટમાં રાખવામાં આવ્યા છે. તેમાં બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર, સ્પિનર્સ, કેપ્ડ અને અનકેપ્ડ પ્લેયર્સનો સમાવેશ થાય છે. દરેક સેટના આધારે બિડિંગ કરવામાં આવશે. હરાજીમાં પહેલા કેપ્ડ અને પછી અનકેપ્ડ ખેલાડીઓ પર બિડિંગ કરવામાં આવશે. 333માંથી 23 ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. 13 ખેલાડીઓની મૂળ કિંમત 1.50 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *