Rajkot hospital cctv leak: મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ગુપ્ત રીતે અશ્લીલ વીડિયો બનાવીને ડાર્ક વેબ પર વેચવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના (Rajkot hospital cctv leak) આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમો પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ, પ્રજ રાજેંદ્ર પાટીલને ઝડપી પાડ્યા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મહિલાઓ સ્નાન કરતી હોય તેવા ગુપ્ત વીડિયો બનાવવામાં આવ્યા હતા અને પછી ગેરકાયદેસર રીતે ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા હતા. આ શરમજનક કૃત્ય અંગે, પ્રયાગરાજ પોલીસે FIR દાખલ કરી છે અને તપાસની જવાબદારી સાયબર સેલને સોંપી છે.
મહિલાઓના ગૂપ્ત વીડિયો ગૂપ્ત રીતે રેકોર્ડ કરી વેચાણ થતું!
તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ માત્ર હોસ્પિટલના જ નહીં, પરંતુ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો રેકોર્ડ કરી વેચી નાખ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.
80થી વધુ હોસ્પિટલોના CCTV ફૂટેજ લીક થયા!
આરોપીઓ પાસેથી મળી આવેલા ડિવાઇસમાં 80થી વધુ હોસ્પિટલોના CCTV ફૂટેજ મળ્યા છે. જેમાં શહેરના શોપિંગ મોલ અને જાહેર સ્થળોના પણ સીસીટીવી ફૂટેજ મળ્યા છે. ત્યારે આ ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(એફ)2 ઉમેરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય કનેક્શન!
આ કેસમાં રોમાનિયા અને એટલાન્ટાના IP એડ્રેસ મળ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય કૌભાંડની શકયતા છે અને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ ચાલી રહી છે. અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.
મોટી રકમ લેતા હોવાનો થયો ખુલાસો
આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે.
વિપક્ષે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું
આ ઘટના અંગે વિપક્ષી પાર્ટીઓએ યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા અને ગરિમાનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
મહાકુંભમાં સુરક્ષા પર પ્રશ્ન
આ ઘટના બાદ મહાકુંભ મેળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પ્રયાગરાજ પોલીસનું કહેવું છે કે આ કેસની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App