સુરતના લીંબાયત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ વાહનોના ગોડાઉન માં આગ લાગતા નાસભાગ ની સ્થિતિ સર્જાઈ હતી.આગ માં છ જેટલા બાઇક બળીને ખાખ થઈ ગઈ.ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગનો કાફલો ઘટના પહોંચી સમયસૂચકતા વાપરી આગ ઓલવી નાખી હતી.જેથી અન્ય વાહનો આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા.આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.
લીંબાયતના લાલ બિલ્ડીંગ ખાતે આવેલ લીંબાયત પોલીસ ના વાહન ગોડાઉનમાં પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં જપ્ત કરવામાં આવેલ વાહનોમાં અચાનક આગ લાગી હતી. લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસનું ગોડાઉનમાં આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આજે વહેલી સવારે અચાનક ગોડાઉનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગના પગલે 6 જેટલી બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આગના પગલે સ્થાનિકો પણ ભયભીત થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.