હાલમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો ગાંધીનગરમાં બેઠકોનો દોર ચલાવી રહ્યા છે અને મોવડી મંડળ પાસે પાટીદાર ઉમેદવારો રાજ્ય સભા ની ટિકિટ મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે. સામે છેડે ખામ થીયરીના ઉદભવેલા કોંગી નેતાઓની ચોકડી દિલ્હીમાં પોતાના માટે ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ૧૦ જેટલા પાટીદાર ધારાસભ્યો હાર્દિક પટેલ માટે ટિકિટની માંગ કરી રહ્યા છે પરંતુ રાજ્ય સભા ના નિયમ અનુસાર 30 વર્ષ વટાવી ગયેલા ઉમેદવારો જ રાજ્ય સભાના સભ્ય બની શકે છે.
હાલમાં ગુજરાતના ખામ થિયરી માંથી જન્મેલા નેતા દિલ્હીમાં પોતાના માટે ટિકિટનો લોબિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના મોખરાના પાટીદાર નેતાઓ પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, હર્ષદ રીબડીયા સહિતના વિધાનસભામાં બેઠા છે. એક માત્ર સિદ્ધાર્થ પટેલ ધારાસભ્ય નથી. તેમનું પણ નામ રાજ્યસભાની બેઠક માટે પાટીદાર ધારાસભ્યો ચલાવી રહ્યા છે. પરંતુ તેઓ 60 વટાવી ચૂક્યા છે અને રાહુલ ગાંધી ની પોલીસી અનુસાર તેઓ રાજ્યસભામાં યુવા પેઢીના ઉમેદવારોને મોકલવાનું મન બનાવી ચૂકયા છે. ત્યારે સિદ્ધાર્થ પટેલનું પત્તું પણ કપાઇ શકે છે.
અન્ય બે પાટીદાર નેતાઓના નામની પણ ચર્ચા થઈ રહી છે, જેમાં દિનશા પટેલ અને મનહર પટેલ નું નામ ચર્ચામાં રહ્યું છે. દિનશા પટેલની તબિયત હાલ નાદુરસ્ત રહેતી હોવાથી કદાચ તેઓને રાજ્ય સભા ની ટિકિટ મળી શકે નહીં અને મનહર પટેલ, જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે અને સારા ઉદ્યોગપતિ અને ગ્રાઉન્ડ લેવલ ના નેતા તરીકે ઓળખાય છે. તેમના નામોની ચર્ચા પણ કરવામાં આવી રહી છે.
છેલ્લા ૨૫ વર્ષથી એક પણ પાટીદાર નેતા અને રાજ્યસભામાં ન મોકલવાની ‘ખામ’ થિયરીના જન્મેલા નેતાઓ ની વાસ્તવિકતા ગુજરાતના પાટીદારો સારી રીતે જાણી ગયા છે. જેને કારણે ગુજરાતના ૮૦ ટકા પાટીદાર મતદારો ભાજપ તરફ વળી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૫ વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ દ્વારા એક પણ પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા નથી જયારે સામે પક્ષે ભાજપે તમામ ટર્મ દરમ્યાન ઓછામાં ઓછા એક પટેલ નેતાને રાજ્યસભામાં મોકલ્યા છે અને છેલ્લા ૧૫ વર્ષથી ઓછામાં ઓછા ૨ નેતાઓ રાજ્યસભામાં નેતૃત્વ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.