ટ્રમ્પ પાછળ લખલૂટ ખર્ચનો હિસાબ જનતાને ન આપવો પડે તે માટે કોણે બનાવી ‘ઉલ્લુ બનાઓ સમિતિ’?

અમદાવાદમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નું સ્વાગત કરવાની તૈયારી લખલૂંટ ખર્ચ આ સાથે લગભગ પૂર્ણતાના આરે છે. ક્યારે આ કાર્યક્રમ પાછળ અંદાજે ૧૦૦ કરોડથી વધુનો ખર્ચ થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે આ ખર્ચનો હિસાબ કોઈ જાહેર જનતા પાર્ટીએ કરીને માગી ન શકે તે માટે તંત્ર દ્વારા ચીટીંગ પ્લાન તૈયાર હોય તેવી રીતે આયોજન કોઈ ખાનગી સંગઠન કરી રહ્યું હોય તેવું ચિત્ર દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ચેરમેન તરીકે અમદાવાદના મેયર બીજલ પટેલ ને બનાવી દેવાયા છે. ખુદ બીજલ પટેલ ને આ વાતની જાણ આ કાર્યક્રમના 72 કલાક અગાઉ થઈ હોઇ તેમ બીજલ પટેલ ના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરાયું છે.

કોઈપણ ફાયદા વગર ક્રમ પાછળ આટલા કરોડોનો ખર્ચ કરવા પાછળ હવે સરકાર પાસે કોઈ જવાબ ન હોય તેમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે લૂલો બચાવ કરવા સિવાય કોઇ શબ્દો રહ્યા નથી. અમદાવાદમાં લાગી રહેલા બેનરો માં ક્યાંય પણ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ નો ઉલ્લેખ નથી. જ્યારે આ તૈયારીમાં તમામ સરકારી મશીનરી છેલ્લા કેટલાય દિવસથી લાગી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર નિવેદન આપી ચૂક્યા છે કે, આ કાર્યક્રમના નિમંત્રક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ કલેકટર છે અને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે ના પાસ પણ તેઓ જ આપી રહ્યા છે. ત્યારે આ આયોજનના આયોજક કોણ છે તે અંગે અનેક આંટીઘૂંટીઓ ઊભી થઈ છે. વાસ્તવિક રીતે કોઇ વિદેશી વડાપ્રધાન આવતા હોય ત્યારે તેનું સ્વાગત કરવા અને તે અંગેના કાર્યક્રમોનું આયોજન વિદેશ મંત્રાલય કરતું હોય છે. પરંતુ આટલા મોટા ખર્ચ અને કંપની એક પણ કરાર નહીં કરવાની જાહેરાત બાદ વિદેશ મંત્રાલય બેકફૂટ પર આવી ગયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા એ નિવેદન આપ્યું છે કે, આ કાર્યક્રમ વિદેશ મંત્રાલયનું નથી પરંતુ ડોનાલ્ડ નાગરિક અભિનંદન સમિતિનો છે.

હાલમાં તો રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ગુજરાતમાં Donald Trump ના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અને પૂર્વ સનદી અધિકારીઓ અને રાજકીય નેતાઓ માને છે કે આ કાર્યક્રમનો ખર્ચ અને વિગતો વિધાનસભા કે સંસદમાં ન આપવી પડે અને આરટીઆઇ હેઠળ ન આપવી પડે તે માટે બનાવટી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિની કોઈ વેબસાઈટ કે કોઈ નામ સરનામું પણ જાહેર કરવામાં આવ્યું નથી અને આ સમિતિના સભ્યો કોણ છે? તે અંગેની પણ કોઈ માહિતી બહાર આવી નથી. ત્યારે આ સમિતિ બનાવટી સમિતિ બની રહી છે તેવી વાતો ચર્ચાઈ રહી છે.

વિદેશ મંત્રાલય પણ જ્યારે આ ખર્ચ અને આયોજન અંગે કોઈ જવાબ આપી ચૂક્યા નથી ત્યારે મોટો સવાલ એ ઊભો થયો છે કે અમદાવાદમાં સરકારી આયોજનમાં નથી આવી રહ્યા તો ડોનાલ્ડ તમને અમદાવાદ એરપોર્ટ પર આવકારવા જશે કો ? અમદાવાદ એરપોર્ટ પર Donald Trump ને ગાર્ડ ઓફ ઓનર અપાય છે કે નહીં?

આ કાર્યક્રમ કરવા માટે બનાવવામાં આવેલી બનાવટી સમિતિના અધ્યક્ષ તરીકે બીજલ પટેલ  હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે  વિજય રૂપાણી નું સ્થાન ક્યાં હશે  તે અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, પહેલેથી જ સુરક્ષા એજન્સીઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલા ને નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ના રોડ શોમાં સામેલ નહીં કરે તે સ્પષ્ટતા કરી ચૂકી છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત આવશે તેવી સૌ પ્રથમ જાહેરાત કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી ની આ કાર્યક્રમમાં જગ્યા ક્યાં હશે તે અંગે ગુજરાતીઓ અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *