એક ડ્રેસ માટે આવું મહાભારત કોણ કરે? જુઓ ભર બજારમાં થયું તે

Ladies fight video: રસ્તાની સાઇડમાં ફૂટપાથ પર લાગેલી એક કપડાની દુકાન, બે મહિલાઓને એક જ ડ્રેસ પસંદ આવ્યો, ડ્રેસનો ફક્ત એક જ પીસ હતો…. હવે જરા વિચારો જ્યારે એક પસંદ હોય અને ખરીદનારા બે હોય તો શું થશે? આવું જ કંઈક થયું છે, જેનો વિડીયો સોશિયલ (Ladies fight video) મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલાઓ એક જ કપડાને ખરીદવા માટે એવી રીતે લડવા લાગી જેમ કે તેઓ બિગ બોસના ઘરમાં હોય અને ફાઇનલ ચાલી રહી હોય.

એક સુંદર અને ચમકદાર ડ્રેસ લટકાવવામાં આવ્યો હતો, જેણે એક મહિલાએ પસંદ કર્યો અને દુકાનદાર સાથે ખરીદવાની વાત કરી. એવામાં બીજી મહિલા આવી પહોંચી અને કહ્યું ભાઈ આ હું જ લઈશ. હવે દુકાનદાર બિચારો એક જ ડ્રેસને બે લોકોને કઈ રીતે વેચી શકે?. પરંતુ મહિલાઓને સમજાવવાનું કામ એવી ભૂલ હતી જે આગ પાસે પેટ્રોલ રાખી દેવું.

એક જ ડ્રેસને લઈને બે મહિલાઓ વચ્ચે થઈ બબાલ
વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે મહિલાઓનું એક ગ્રુપ ખૂબ ખરાબ રીતે કપડાઓ માટે લડતું દેખાઈ રહ્યું છે. વાળ ખેંચવામાં આવી રહ્યા છે, લાફા અને લાતનો વરસાદ થઈ રહ્યો છે. આજુબાજુ લોકોની ભીડ જમા થઈ ગઈ છે અને તમાશો જોઈ રહી છે. પરંતુ આ મહિલાને તેનાથી કોઈ મતલબ નથી. આ આખું મહાભારત તે ડ્રેસ માટે લડવામાં આવી રહ્યું છે જે દુકાનમાં ફક્ત એક જ છે અને ખરીદનાર બે છે. દુકાનદાર બિચારો સમજાવીને થાકી ગયો પરંતુ આ મહિલાઓનું યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. આ વીડિયોને જોઈ લોકો પણ ખૂબ હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ભાઈ આ એક કપડાં માટે આટલું મોટું મહાભારત કોણ કરે?

લોકોએ પણ મજા લીધી
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર લોકો જાત ભાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિ લખે છે કે આ માસીઓએ પોતાનો પિત્તો ગુમાવી દીધો છે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે લાગે છે કે આ કપડાનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. અન્ય એક વ્યક્તિ લખે છે કે આ યુદ્ધ થવા પાછળ ભૂલ દુકાનદારની છે. તેણે એક જ ડિઝાઇનના બે ડ્રેસ રાખવા જોઈએ.