શા માટે વસંત પંચમી પર વધારે મુહૂર્ત લેવાય છે? જાણો ભગવાન શિવ સાથે આ તિથિનું છે કનેક્શન

Vasant Panchami 2025: વસંત ઋતુને ઋતુની રાણી પણ કહેવામાં આવે છે. વસંત ઋતુ આવતાની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠે છે. આ વસંત ઋતુમાં આવતી વસંત પંચમીના (Vasant Panchami 2025) દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માં શારદાની પૂજા કરવામાં આવેલ છે. વસંત પંચમી ઉજવવાનું મૂળ કારણ વસંત પંચમીના દિવસે સરસ્વતી દેવીનો જન્મ થયો હોવાનું પણ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે જ બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા.

આ દિવસે માતા શારદાની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતા શારદાની પૂજા કરવાથી જ્ઞાન અને કળા માણસને મળે છે. જેનાથી માણસના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સૌપ્રથમ વખત સરસ્વતી દેવીનું પૂજન ભગવાન શ્રીકૃષ્ણએ વસંત પંચમીના દિવસે કર્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે.

માતા સરસ્વતીએ પોતાના ચાતુર્યથી રાક્ષસ કુંભકર્ણથી દેવોને બચાવ્યા હતા. તેની એક કથા વાલ્મિકી રામાયણમાં પણ મળી આવે છે. કહેવાય છે કે સરસ્વતી માતાનું વરદાન મેળવવા માટે કુંભકર્ણ 10000 વર્ષ સુધી તપસ્યા કરતો રહ્યો હતો. તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થઈ તેમને વરદાન આપવા માટે પ્રગટ થયા હતા. જ્યારે કુંભકર્ણ વરદાન માંગતો હતો ત્યારે સરસ્વતી દેવી આ રાક્ષસની જીભ પર સવાર થઈ ગયા હતા.

સરસ્વતી દેવીના પ્રભાવથી કુંભકર્ણ એ કહ્યું કે હું વર્ષો સુધી સૂતો રહું તેવી મારી ઈચ્છા છે. આ રીતે દેવોને બચાવવાની કારણે સરસ્વતી વધારે પુજનીય બન્યા. મધ્યપ્રદેશમાં મેહેરની અંદર સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકોનું માનવું છે કે સરસ્વતી દેવી પસંદ પંચમીના દિવસે અહીં પૂજા કરવા માટે.

એક લોકકથા અનુસાર પ્રાચીન કાળમાં ગુરુના શ્રાપથી ઋષિ યાજ્ઞવલ્ક્યની વિદ્યા નષ્ટ પામી હતી. તેમણે માતા સરસ્વતીની પૂજા કરી ત્યારબાદ તેમની કૃપાથી તેમની યાદશક્તિ પાછી આવી હતી. આ વસંત પંચમીના દિવસે જ ઋષિએ પોતાની વિદ્યા પાછી મેળવી હતી. ઋગ્વેદમાં પણ માતા સરસ્વતીને વિદ્યાની દેવી તરીકે જણાવવામાં આવ્યા છે.

આપણા પ્રાચીન શાસ્ત્રોમાં સરસ્વતી માતાને શ્વેત વર્ણવાળી, શ્વેત કમળ પર વીરાજીત તેમજ વીણા હાથમાં ધારેલી છે અને બીજા હાથમાં પુસ્તક ધારણ કર્યું છે, તેવું વર્ણન કરવામાં આવ્યું છે. વસંત પંચમીના દિવસે શરૂ કરેલા કાર્યોમાં અચૂક સફળતા મળે જ છે. તેવું વર્ણન પણ શાસ્ત્રોમાં થયું છે. એટલા માટે જ મોટાભાગના લોકો કોઈપણ પોતાના નવા ધંધા કે અન્ય શુભ કાર્યો માટે વસંત પંચમીનો દિવસ પસંદ કરે છે.

વસંત પંચમી પર કોઈ અજાણ્યો શુભ સમય કેમ છે ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વસંત પંચમીના આખા દિવસ દરમિયાન દોષરહિત અને ઉત્તમ યોગ છે. આ સિવાય આ દિવસે રવિ યોગનો પણ શુભ સંયોગ છે. શાસ્ત્રો અનુસાર, વસંત પંચમીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીનો તિલકોત્સવ થયો અને તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ. આ દૃષ્ટિકોણથી પણ વસંત પંચમીનો દિવસ લગ્ન માટે શુભ માનવામાં આવે છે.