માતા અને દીકરીને આપઘાત કરવા મજબુર કરનાર અરનબ આખરે પોલીસના ડબ્બે પુરાયો- પોલીસે પોતાનું કામ કર્યું

‘રિપબ્લિક ટીવી’ ના મુખ્ય સંપાદક અરનાબ ગોસ્વામીને બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. 53 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા કરવા દુષપ્રેરણા આપવા બદલ અર્નબ ની ધરપકડ કરાઈ છે. ગોસ્વામી (અર્ણબ ગોસ્વામી) એ દાવો કર્યો હતો કે પોલીસે તેની સાથે તેના ઘરે જપાજપી કરી હતી.

જે કેસમાં અરનબની ધરપકડ કરવામાં આવી છે તે ખરેખર વર્ષ 2018 નો છે. 2018 ના મે મહિનામાં, ઇન્ટીરીયર ડિઝાઇનર અન્વય નાયક Interior Designer Anvay Naik અને તેની માતા કુમુદ નાયકે અલીબાગ સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી. મરતા પહેલા અન્વયે એક સ્યુસાઇડ નોટ છોડી દીધી જેમાં તેણે કેટલાક લોકોને તેના મોત માટે દોષી ઠેરવ્યા, જેમાં એક અરણબ ગોસ્વામી નામ પણ હતું.

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અરનાબે તેની ઓફિસ માટે કામ કરાવ્યા બાદ, 83 લાખ તેમને આપવામાં આવ્યા ન હતા. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ બાદમાં કેસ બંધ કરી દેવાયો હતો. રાજ્યમાં સરકાર બદલાયા બાદ પરેશાન પરિવારે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો અને ન્યાયની વિનંતી કરી. મે મહિનામાં ગૃહમંત્રી અનિલ દેશમુખે તપાસ સીઆઈડીને સોંપી હતી. આ કેસમાં અલીબાગ પોલીસ આજે સવારે અરનબ ગોસ્વામીના ઘરે પહોંચી હતી અને તેની અટકાયત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં વધુ 2 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. એક નિતેશ સારાડા, જેનો આરોપ છે કે સુસાઇડ નોટમાં 55 લાખ રૂપિયા બાકી છે, અને બીજો ફિરોઝ શેખ, જેનો 4 કરોડ રૂપિયા બાકી હોવાનો આરોપ છે. કોંગ્રેસ, એનસીપી અને સરકારમાં સામેલ શિવસેનાએ તેનું સ્વાગત કર્યું. જ્યારે ભાજપ તેને સરમુખત્યારશાહી ગણાવી રહ્યું છે. આરોપ છે કે અર્ણબે સુશાંતસિંહ રાજપૂતની શંકાસ્પદ મોતને મુદ્દો બનાવીને મુંબઈ પોલીસ અને ઠાકરે સરકારની ઘેરવાની શરૂઆત કરી દીધી હતી. તેથી, સરકાર બદલાની ભાવનાથી આ કાર્યવાહી કરી રહી છે.

બીજી તરફ ભાજપની આઈટી સેલ થી માંડીને ગૃહમંત્રી સહિતના નેતાઓ હવે અરનબની ધરપકડને ખોટી બતાવી રહ્યા છે. ખરેખર અરનબ એક આરોપી છે, જેને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *