થિયેટરમાં સૌથી વધુ લોકો કેમ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે? જાણો કારણ

Popcorn in Theatre: પોપકોર્નને હવે જીએસટી(GST) દાયરામાં લાવી દેવામાં આવ્યો છે. જેઓ ફ્લેવર તે પ્રમાણે ટેક્સ. શંકાને સ્થાન નથી કે પોપકોર્ન એક એવી વાનગી છે જે મનોરંજન પૂરું પાડે છે. તે મનોરંજન મુવી થિયેટર અને મલ્ટિપ્લેક્સ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. પોપકોર્ન (Popcorn in Theatre) સાથે મુવી એટલે મનોરંજનનો ડબલ ડોઝ. પરંતુ શું તમે જાણો છો કે પોપકોર્નની શરૂઆત સિનેમ માં કેવી રીતે થઈ હતી?

આપણી દેશી મકાઈમાંથી એક સમયે આપણે મમ્મીના હાથના બનેલા મકાઈ ના રોટલા શાક ખાતા હતા. પરંતુ હવે રોટલાની જગ્યા પોપકોર્નએ લઈ લીધી છે. મકાઈને જ્યારે થોડું તેલ હળદર મીઠું નાખી શેકવામાં આવે છે તે ગરમ કરતા ઉછળવા લાગે છે. આ ઉછાળવાને કારણે જ આ શબ્દ પરથી પોપ કલ્ચર જેવો શબ્દ આવ્યો છે. આગળ જતા પોપકોર્ન કલ્ચર પણ આવી ગયું. જોકે વિદેશ સહિત દેશી લોકો પણ તેને ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. પોપકોર્ન ઘણા ફ્લેવર્સ માં હાલમાં મળે છે. પોપકોર્ન ટાઈમપાસ કરવા માટેનું એક સારું વ્યંજન છે.

થિયેટરમાં ઇન્ટરવલ દરમિયાન પહેલા પેપર કટિંગના કાગળમાં મગફળી અને મકાઈના દાણા જેવી વસ્તુઓ ખવાતી હતી, પરંતુ હવે મલ્ટિપ્લેક્સમાં આની જગ્યા પોપકોર્નએ લઈ લીધી છે. હવે ખબર પડી રહી છે કે પોપકોર્નનું સિનેમા સાથેનું જોડાણ ખૂબ જૂનું છે. સિનેમાની શોધ સાલ 1895 માં થઈ હતી, જ્યારે પોપકોર્ન નું મશીન 1893માં બનાવવામાં આવ્યું હતું.

ઇન્ટરવલમાં પોપકોર્ન
કોઈપણ ફિલ્મમાં કંટાળો આવે છે ત્યારે પોપકોર્ન એ ફિલ્મને સહન કરવાની શક્તિ આપે છે. પોપકોર્નને કારણે બોરિંગ ફિલ્મો પણ હિટ થઈ જાય છે. પોપકોર્નનો સ્વાદ ઘણા દર્શકોને થિયેટર તરફ ખેંચીને લાવે છે. પછી લોકો માટે એ કહેવું મુશ્કેલ બની જાય છે કે ફિલ્મ સારી હતી કે પોપકોર્ન. પરંતુ હવે સિનેમા હોલમાં વેચાતા પોપકોર્ન ઉપર પણ જીએસટી આવી ગયું છે. હવે આ પોપકોર્નની એન્ટ્રી સિનેમા થિયેટરમાં કઈ રીતે થઈ એ જાણવું પણ જરૂરી છે.

જ્યાં સિનેમા ત્યાં પોપકોર્ન
20 મી સદીના બીજા દાયકામાં સિનેમા ફ્રાન્સમાંથી આગળ વધીને અમેરિકામાં છવાઈ ગયું હતું. તે સમયે અમેરિકાના શહેરોમાં પણ સિંગલ થિયેટર પ્રચલિત હતું. શરૂઆતના સમયમાં થિયેટરોમાં મૂંગી ફિલ્મો ચાલતી હતી. પરંતુ ટૂંક સમયમાં દર્શકો મૂંગી ફિલ્મોથી કંટાળી જવા લાગ્યા. ત્યારબાદ સિનેમા નિર્માણની ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું. પ્રેક્ષકોના આ કંટાળાને દૂર કરવા માટે ટોકીઝ અસ્તિત્વમાં આવી, તે મુજબ સિનેમા હોલ આધુનિક બનવા લાગ્યા. આ મૂંગી ફિલ્મોના જમાનામાં દર્શકો ઇન્ટરવલ દરમિયાન સ્ટ્રીટ ફૂડ લઈને આવતા હતા, એવામાં સિનેમા ઘરોને અંદરથી સ્વચ્છ રાખવા માટે આધુનિક સિનેમા ઘરોમાં આની મનાઈ ફરમાવવામાં આવેલ છે. અંગ્રેજોને મનોરંજનનો ડબલ દોઝ જોઈતો હતો. ભોજન અને ફિલ્મ બંને એકસાથે. એવામાં એક વિકલ્પ તરીકે પોપકોર્નની શોધ કરવામાં આવી. જેનો પ્રથમ હેતુ સિનેમા થિયેટરને ગંદકીથી બચાવવાનો હતો. થોડો સમય જતા જ ફિલ્મો જોવી એ અંગ્રેજોની એક આદત બની ગઈ અને ઇન્ટરવલ વખતે પોપકોર્ન ખાવાનો ટ્રેન્ડ બની ગયો.

પોપકોને કારણે વધ્યો ફિલ્મનો બિઝનેસ
કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે પોપકોર્નને લીધે ફિલ્મનો બિઝનેસ પણ વધી ગયો હતો. ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવામાં પોપકોર્ન એ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1930ના સમયગાળા દરમિયાન જ્યારે અમેરિકન ફિલ્મ ઉદ્યોગ નવીનતાને અપનાવી ન શકી હતી ત્યારે મુવી થિયેટરના માલિકો પોપકોર્ન વેચાણ તરફ આગળ વધ્યા હતા. તે આવકનો નવો સ્ત્રોત બન્યો હતો. તેનું વેચાણ ખાસ ઓફર્સ રજૂ કરી ફિલ્મની ટિકિટો સાથે જ શરૂ કરવામાં આવ્યું. ફિલ્મો ફેશન અને ખાણીપીણીને પ્રમોટ કરતી હોવાથી ઓપન અમેરિકામાં પ્રિય નાસ્તો બની ગયો. જ્યારે ચાર્લ્સ ક્રેટરે ઈસવીસન 1893માં ઈલેક્ટ્રીક પોપકોર્ન મશીનની શોધ કરી ત્યારે તેને અંદાજ પણ ન હતો કે તે સિનેમાની દુનિયામાં એક ક્રાંતિકારી સાબિત થશે. પાછળથી આ મશીનની મદદ વડે પોપકોર્ન વિશ્વભરના મેળાઓ અને રેસ્ટોરન્ટથી લઈને સિનેમા હોલ સુધી પહોંચ્યું. પોપકોર્ન બનાવવામાં તેમજ ખાવામાં ખૂબ સરળ હોવાને કારણે ધીરે ધીરે અમેરિકાથી પશ્ચિમી દેશો જેવા કે ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી અને ભારત જેવા એશિયાઈ દેશોમાં પણ ફેલાઈ ગયું અને મનોરંજનની વાનગી બની ગઈ.

એવું પણ કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી ગઈ હતી. ખાંડના ઊંચા ભાવને કારણે ચોકલેટ પ્રોડક્ટ મોંઘી થઈ ગઈ હતી. એ સમયે ગાળા દરમિયાન પોપકોર્નના વેચાણમાં ખૂબ વધારો થયો હતો.

મિલેનિયમ વર્ષ અને પોપકોર્ન કલ્ચર
અગાઉ ભારતમાં પોપકોર્નનો રિવાજ માત્ર મોટા શહેરો પૂરતો જ સીમિત હતો પરંતુ વર્ષ 2000 પછી દેશભરમાં મલ્ટિપ્લેક્સ અને મેગા મોલની દિવાલો ઊભી થતા ધંધો મોટા પાયે શરૂ થયો. આ એ સમય હતો જ્યારે ભારતમાં પોપકોર્ન કલ્ચરની શરૂઆત હતી. તે ડિસ્કો અને પોપથી પણ બે ડગલા વધારે આગળ હતો. હવે સરકારે આ જ પોપકોર્નની જીએસટીના દાયરામાં લાવી દીધું છે. બજારમાં જાતભાતના પોપકોર્ન મળે છે, તેથી સ્વાદ પ્રમાણે ટેક્સ પણ લાગશે.અત્યાર સુધી મલ્ટિપ્લેક્સ માં પોપકોન પર સર્વિસ ટેક્સ લાગતો હતો પરંતુ હવે જીએસટી લાગશે.