રસીકરણ એ કોરોનાવાયરસ સામે નું સૌથી અસરકારક પગલું છે. હાલમાં દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે અને લોકોમાં રસી લીધા પછી આડઅસરો પણ ઘણી જોવા મળી રહી છે. કેટલાક લોકો ફરિયાદ કરી રહ્યા છે કે રસી મળ્યા પછી હાથમાં દુખાવો થાય છે. તેના જવાબમાં નિષ્ણાંતો જણાવે છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે હાથમાં દુખાવો થાય છે.
રસીકરણ પછી ની કોઈપણ આડઅસર નો અર્થ એ છે કે શરીરની પ્રતિરક્ષા સક્રિય છે. ડોક્ટરો કહે છે કે કોરોના રસી ઇન્ટ્રામસ્ક્યુલર ઈન્જેકશન દ્વારા આપવામાં આવે છે. એટલે કે આ રસી સીધી સ્નાયુમાં નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં રસીકરણ ની જગ્યાએ હળવા સોજો ની સમસ્યા છે અને આ પીડાને કારણે થાય છે. કેટલાક લોકોને રસી ની જગ્યા પર દુખાવો થાય છે અને કેટલાક લોકો ને આખા હાથમાં દુખાવો થાય છે. આનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી કારણ કે તે સરળતાથી મટે છે.
રસીકરણ પછી બે-ત્રણ દિવસમાં હાથ નો દુખાવો સારો થઈ જાય છે અને અમુક લોકોને ચાર પાંચ દિવસ સુધી સારું થઈ જાય છે પરંતુ આ પછી પણ પીડા ચાલુ રહે છે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ડોક્ટરો કહે છે કે રસી નો દુખાવો એક બે દિવસમાં ઠીક થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.