દર વર્ષે રથયાત્રામાં ભક્તોને કેમ આપવામાં આવે છે મગનો પ્રસાદ? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

Magna Prasad in RathYatra: દર વર્ષે અષાઢી બીજ ના દિવસે ભગવાન શ્રી જગન્નાથની યાત્રા યોજવામાં આવે છે. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. આ ભગવાન આજે 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ(Ahmedabad rathyatra 2023) નંદીકોષ પરત પર બિરાજમાન થયા છે.બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.ભગવાનની રથયાત્રામાં ભક્તોને કાંકડી, જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. શું તમે એ જાણો છો કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગનો જ પ્રસાદ કેમ હોય છે? આવો આજે આપને જણાવીએ

મગના પ્રસાદનું મહત્વ
ત્રણે ભાઈ બહેન(જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજી) મોસાળ માં હતા.અને આ સમયે તેઓ મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાઈ લીધા હતા. આ પછી તેના કારણે ભગવાન જગન્નાથને આખો આવી અને તેના કારણે તેમને આંખ પર  પાટા બાંધીને ઘરે લાવવામાં આવ્યા હતા. આ સમયમાં ભગવાનને મગ ખવડાવવામાં આવે છે જેથી તેમને આંખોને થોડીક ઠંડક મળી રહે છે. આ સાથે અન્ય વાત એવી પણ જોડાયેલી છે કે મગ શરીરને તાકાત આપનાર ધાન માનવામાં આવે છે. રથયાત્રા પાળા કરવાની હોય છે અને રૂટ પણ લાંબો હોય છે આ સમયે પગપાળા ભક્તો થાકી જતા હોય છે.

શક્તિતવર્ધક માનવામાં આવે છે મગનો પ્રસાદ 
રથ ખેંચનાર ખલસીઓને સાથે પદયાત્રીઓ માટે મગનો પ્રસાદ શક્તિવર્ધક માનવામાં આવે છે. મગના પ્રસાદથી ભક્તોને ઠાકોર ઓછો અનુભવે છે. વર્ષોથી મગની સાથે શું કામ લેવાની ખીચડી પણ પ્રસાદમાં આપવામાં આવે છે. ભગવાનને ક્રમમાં અમૃતમાં ખીચડીનો પ્રસાદ ધરાવાય છે અને તે પછી આ તમામ ચીજો ફણગાવેલા મગ કાકડી અને જાંબુનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે. આ સિવાય આ ખાસ દિવસે માલપૂવા ગાંઠીયા તથા બુંદીનો પ્રસાદ પણ પ્રભુને પ્રિય હોવાથી તેમને પ્રસાદ તરીકે ધરાવામાં આવે છે.

મગનો પ્રસાદ પાછળનું વૈજ્ઞાનિક કારણ
અષાઢી બીજે ચોમાસાનો આરંભ સમય છે. આ સમય દરમિયાન આંખને અસર કરતા જીવાણુ બહોળો પ્રમાણમાં હોય છે. આંખનો ચેક મેડિકલ સાયન્સમાં કનજેકટીવીટી વાયરસ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે એવું રથયાત્રા ની પરંપ પર આધારિત માની શકાય છે.કારણકે શાસ્ત્રોની કથામાં સ્વયં ભગવાનને પણ આંખોનો રોગ થયો હોવાની વાત છે અને રથયાત્રામાં પ્રસાદમાં પણ મગ અને જાંબુનો આપવામાં આવે છે. જે સાધારણ રીતે આબાદા પ્રસાદ કરતા અલગ અને વિશિષ્ટ છે. આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્ત સુધી માટે નૈસર્ગિક રીતે ખૂબ જાણકારી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *