હાલમાં અમેરિકામાં 20 જાન્યુઆરીનાં રોજ પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન થાય પણ નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ ગ્રહણનો કાર્યક્રમ હંમેશાં 20 જાન્યુઆરીએ જ યોજવામાં આવે છે. અમેરિકન રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કાર્યક્રમ વિશે અનેક રસપ્રદ પરંપરાઓ, હકીકતો તથા માન્યતાઓ રહેલી છે.
અમેરિકન બંધારણમાં સંશોધન કર્યાં બાદ 93 વર્ષથી ચાલતી પરંપરા :
અમેરિકામાં વર્ષ 1937થી આ પરંપરા ચાલી આવે છે કે, નવા રાષ્ટ્રપતિ 20 જાન્યુઆરીએ જ શપથ લેશે. આ દિવસને ઇનૉગ્યુરેશન ડે તરીકે પણ ઓળખાય છે. શપથ ગ્રહણ 20 જાન્યુઆરીને અધિકૃત રીતે કાર્યકાળનો પ્રથમ દિવસ માનવામાં આવે છે.
શપથ ગ્રહણ તથા ચૂંટણીની વચ્ચે અંદાજે 78 દિવસનું અંતર હોય છે. હકીકતમાં વર્ષ 1933 પહેલાં દર 4 વર્ષ બાદ શપથ ગ્રહણ કાર્યક્રમ 4 માર્ચે યોજાતો હતો. જેમ્સ મોનરોએ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા બાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સાથે વિચારવિમર્શ કર્યા બાદ 5 માર્ચ વર્ષ 1821ના રોજ પોતાનો શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ અમેરિકન બંધારણમાં 20મું સંશોધન કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ માટેની તારીખ 20 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. 23 જાન્યુઆરી વર્ષ 1933ના રોજ આ સંશોધન લાગુ કરવામાં આવ્યું હતું. જે નક્કી કરવામાં આવ્યું હતું.
શપથ ગ્રહણના દિવસે રવિવાર હોય તો…
ઇનૉગ્યુરેશનના દિવસે નવા રાષ્ટ્રપતિ તથા ફર્સ્ટ લેડીનું સ્વાગત સામાન્ય રીતે વિદાય લેનાર રાષ્ટ્રપતિ તથા તેમનાં પત્ની કરે છે. બંનેની સાથે જ શપથ ગ્રહણવાળી જગ્યાએ પહોંચે છે. અહીં રસપ્રદ વાત તો એ છે કે, જો શપથ ગ્રહણના દિવસે રવિવાર હોય તો તેના બીજા દિવસે એટલે કે, સોમવારે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજદિન સુધીમાં ફક્ત 3 વાર એવું બન્યું છે કે, શપથ ગ્રહણના દિવસે રવિવાર હોય.
શપથ ગ્રહણ બાદ પરેડનું આયોજન :
વર્ષ 1981થી અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કેપિટલ હિલના પશ્ચિમી હિસ્સામાં જ યોજાય છે. ઇનૉગ્યુરેશન બાદ એક પરેડનું આયોજન કરવામાં આવે છે કે, જેને તાકાતનું પ્રદર્શન માનવામાં આવે છે. આ પરેડને તમામ અમેરિકન ટેલિવિઝન માટે લાઈવ દર્શાવવી ફરજિયાત હોય છે. જો કે, કોઈપણ અસાધારણ સમયે રાષ્ટ્રપતિ એક સાદા સમારંભમાં શપથ લે છે. આની સાથે જ આ દરમિયાન પરેડનું આયોજન કરવામાં આવતું નથી.
શપથ ગ્રહણ વખતે સૌથી લાંબી તથા સૌથી ટૂંકી સ્પીચ :
અમેરિકન રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કર્યા બાદ નવા પ્રેસિડેન્ટ સ્પીચ આપે છે કે, જેમાં વિલિયમ હેનરી હેરિસને શપથ ગ્રહણ કર્યાં બાદ આજદિન સુધીની સૌથી લાંબી સ્પીચ આપેલી છે. તેમનું ભાષણ કુલ 8,445 શબ્દોનું હતું એટલે કે, તેઓ સતત 1 કલાક 45 મિનિટ સુધી બોલ્યા હતા. જ્યારે સૌથી નાનું ભાષણ જ્યોર્જ વોશિંગ્ટને આપ્યું હતું. તેમની સ્પીચ ફક્ત 135 શબ્દોની જ હતી.
તૂટશે વર્ષો જૂની પરંપરા :
અમેરિકાના વિદાય લેનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા દિવસ પહેલાં જણાવી ચૂક્યા છે કે, તેઓ જો બાઈડનના શપથ ગ્રહણ સમારંભમાં જશે નહીં. ટ્રમ્પે ખુદ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘જેઓ પૂછે છે તેમને કહી દઉં કે હું 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કાર્યક્રમમાં જઈશ નહીં.’ આની સાથે જ આપને જણાવી દઈએ કે, વર્ષ 1869માં અમેરિકાના 17મા રાષ્ટ્રપતિ એન્ડ્રુ જોહન્સન બાદ ટ્રમ્પ એવા સૌપ્રથમ રાષ્ટ્રપતિ હશે કે, જેઓ પોતાના ઉત્તરાધિકારીના શપથગ્રહણ કાર્યક્રમમાં સામેલ થશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle