છપ્પન ભોગ એટલે શું? જાણો શા માટે જન્માષ્ટમીના દિવસે કાન્હાને ધરાવવામાં આવે છે છપ્પન ભોગ

આરાધ્ય દેવ શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે આ ભોગનો પ્રસાદ આરાગવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે. પરંતુ આ વર્ષે કોરોના…

આરાધ્ય દેવ શ્રી કૃષ્ણને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે આ ભોગનો પ્રસાદ આરાગવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે. પરંતુ આ વર્ષે કોરોના કાળ દરમિયાન કૃષ્ણ જન્માષ્ટમીના ખાસ અવસર પર ભક્તો લાલાને ભાતભાતના પકવાન બનાવીને ઘરે જ જન્માષ્ટમીની ઉજવણી કરશે.

છપ્પન ભોગમાં શું હોય?
છપ્પન ભોગમાં 16 પ્રકારનું નમકીન, 20 પ્રકારની મિઠાઇ, માખણ-મિસરી, ખીર, રસગુલ્લા, જલેબી, લાડૂ, રબડી,મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, મુરબ્બો, દહી, દાળ, ભાત, કઢી, ઘેવર, મગ દાળ, હલવો, પકોડા, બદમ-પિસ્તા, કાજૂ ધાણાની પંજરી ખાસ ધરાવવામાં આવે છે. મિસરી અને પંચામૃત અર્પણ કરવામાં આવે છે.

છપ્પન ભોગ ખરેખર હોય શુ?
જયારે દેવરાજ ઇન્દ્રને ગોકુળ પર ખુબ જ ક્રોધ અવ્યું ત્યારે એક વખત ઇન્દ્રદેવે ગોકુળ પર વરસાદનો કહેર વર્તાવ્યો. આ જોયને બધા ખુબ જ દુ:ખી થઈ ગયા અને શું કરવું ટે વિચારવા લાગ્યા આ ભગવાન શ્રી કૃષ્ણએ કરી આવી લીલા કે બધા શાંતિ થી આ પ્રકોપ વચ્છે રહી શકે ત્યારે શ્રીકૃષ્ણએ સાત દિવસ સુધી કંઇ ખાધા વગર જ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો.

કહેલાય છે કે માતા જશોદાને લાલો ખુબજ વહાલો હતો. માતા લાલાને આઠ પ્રહરનું અલગ અલગ ભોજન પીરસતા હતા. જ્યારે વરસાદ શાંત થયો તમામ લોકોને સમજાયુ કે કાનાએ આઠ દિવસથી કશુ જ ખાધુ નથી માતાએ આઠ દિવસના આઠ પ્રહર મેળવી કુલ છપ્પન ભોગ ધરાવ્યા જેથી લાલાની ભૂખ સંતોષી શકાય બસ ત્યારથી લાલાને છપ્પન ભોગ ધરાવવાની પરંપરા છે. છપ્પન ભોગમાં એ જવ્યંજન હોય છે જે મુરલી મનોહરને પસંદ છે. સામાન્ય રીતે અનાજ ફળ, ડ્રાઇ ફ્રુટ, મિઠાઇ, પેય પદાર્થ, નમકીન, અથાણા જેવી તમામ વસ્તુઓ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *