આજનો દિવસ એટલે દિવાળીનો પરમ પવિત્ર દિવસ. દરવર્ષે આસો માસની અમાસ તિથિએ દીવ઼ડાઓનો પર્વ દીવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ગણેશજી અને માતા સરસ્વતીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. દેવી-દેવતાઓના અને તેમના અવતારોના ફોટો આપણને જીવન પ્રબંધનના અનેક સૂત્ર શીખવે છે. લક્ષ્મીજીના ફોટોમાં તેમની સાથે દેવી સરસ્વતી અને ગણપતિ પણ હોય છે.
આ ફોટોમાં ખાસ સંદેશ છુપાયેલો હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને ભાગવત કથાકાર પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો લક્ષ્મીજી, સરસ્વતી અને ગણપતિ, આ ત્રણેય દેવી-દેવતાની પૂજા એક સાથે શા માટે કરવામાં આવે છે?
ફોટોમાં લક્ષ્મીની સાથે સરસ્વતી અને ગણપતિ પણ જોવા મળે છે, સરસ્વતી જ્ઞાનની દેવી છે અને ગણપતિ બુદ્ધિના દેવતા છે. આ ફોટો આપણને જણાવે છે કે જો આપણે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણે જ્ઞાન અને બુદ્ધિથી કામ કરવું જોઈએ. જ્યારે આપણે જ્ઞાન અને બુદ્ધિ પ્રમાણે કામ કરીએ તો દેવી લક્ષ્મી અર્થાત્ ધનની પ્રાપ્તિ થાય છે.
ધન આવે તો આપણે પોતાના જ્ઞાનથી સંભાળવું જોઈએ. બુદ્ધિનો ઉપયોગ કરીને તેનું રોકાણ કરવું જોઈએ, જેથી તે વધતું રહે. તેનાથી લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. એટલા માટે દીવાળી ઉપર આ ફોટાની પૂજા કરવાની પરંપરા છે. આપણે લક્ષ્મીને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણા ઘરમાં વાસ કરે અને સાથે જ વિદ્યા અને બુદ્ધિને પણ લઈ આવે.
જ્યારે આપણે આ ત્રણેય દેવી-દેવતાની પૂજા એકીસાથે કરીએ છીએ તો ધન, બુદ્ધિ અને જ્ઞાન વધે છે. આ ત્રણેયના ઉપયોગથી આપણે બધા સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.