Benefits Of Eating Pistachios: જો આપણે સ્વાદિષ્ટ ડ્રાય ફ્રૂટ્સ વિશે વાત કરીએ તો પિસ્તાનો ઉલ્લેખ ચોક્કસપણે થશે. પિસ્તાનો સ્વાદ એટલો સારો છે કે, તેને ઘણી વાનગીઓમાં ઉમેરવામાં આવે છે અને પિસ્તાનો ઉપયોગ ઘણીવાર ગાર્નિશ માટે પણ થાય છે. પરંતુ, પિસ્તા માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને શિયાળામાં પિસ્તા ખાવાથી શરીરને એક નહીં પણ અનેક ફાયદાઓ થાય છે.
પિસ્તા વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા જરૂરી પોષક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં ફેટી એસિડ, પ્રોટીન અને ફાઇબર સહિત તંદુરસ્ત ચરબી પણ હોય છે. પિસ્તા એ ડ્રાય ફ્રુટ્સ છે જેમાં મોનોસેચ્યુરેટેડ ફેટ્સ અને પોલિસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. પ્રોટીન અને ફાઈબરની સાથે તેમાં ફાઈટોકેમિકલ્સ પણ હોય છે જે સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો શિયાળામાં પિસ્તા ખાવાથી શરીરને થતા ફાયદાઓ વિશે જાણો.
વજન ઘટાડવામાં મદદરૂપ
પિસ્તામાં ઓછી કેલરી હોય છે અને તે વજન ઘટાડવા માટે સારો ખોરાક સાબિત થાય છે. આ ખાવાથી વજન ઓછું થવા લાગે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે અને સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. પિસ્તાને નાસ્તા તરીકે ખાઈ શકાય છે અથવા સલાડ અને સૂપમાં ઉમેરી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
પિસ્તા જેવા સૂકા ફળો શરીરને ઘણા જરૂરી વિટામિન્સ પ્રદાન કરે છે. તેમાં ફાયટોકેમિકલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને સિઝનલ ઈન્ફેક્શનને દૂર કરવામાં પિસ્તા ખાવાના ફાયદા જોવા મળે છે.
બ્લડ સુગર કંટ્રોલમાં
ડાયાબિટીસના દર્દીઓ પણ પિસ્તાનું સેવન કરી શકે છે. બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે પિસ્તાને ડાયટનો ભાગ બનાવી શકાય છે. પિસ્તા મેટાબોલિક પ્રોફાઈલ સુધારે છે અને ગ્લુકોઝ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આંખો માટે ફાયદાકારક
પિસ્તા આંખના સ્વાસ્થ્ય માટે પણ સારા છે. પિસ્તા ખાવાથી આંખોની રોશની પર પણ અસર થાય છે. તેમાં કેરોટીનોઈડ હોય છે જે આંખો માટે ફાયદાકારક હોય છે. તેમની અસર રેટિનાને સ્વસ્થ રાખવામાં પણ જોવા મળે છે.
વાળ અને સ્કિન માટે ફાયદાકારક
આ ઉપરાંત પિસ્તા ખાવાથી વાળ અને સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. પિસ્તામાં કોપર અને વિટામીન્સ ઇ હોય છે જે વાળ અને સ્કિનને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. પિસ્તા ડ્રાયનેસમાંથી છૂટકારો અપાવે છે.પિસ્તામાં વિટામીન બી6 અને ઝિંક હોય છે જે ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે. પિસ્તા તમે રેગ્યુલર ખાઓ છો તો ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube