ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પ્રલયમાં હિમાચલના ગુમ થયેલા 10 યુવકોમાંથી કાંગડા જિલ્લાના રાકેશ કપૂરનો મૃતદેહ રવિવારે મળ્યો હતો. સોમવારે સાંજે તેમના શવને ઉત્તરાખંડથી તેમના ગામમાં લાવવામાં આવ્યો હતો. રાકેશનો મૃતદેહ ગામમાં પહોંચતા જ શોકનો માહોલ છવાઈ ગયો હતો. 33 વર્ષના રાકેશ રૂષિગંગા પ્રોજેક્ટના મેનેજર તરીકે કામ કરતા હતા. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 7 ફેબ્રુઆરીએ થયેલા જળપ્રલયમાં પાવર પ્રોજેક્ટમાં કાર્ય કરટી વખતે રાકેશ કપૂર કાટમાળમાં સમાઈ ગયા હતા.
કાંગડા જિલ્લાના ઉપમંડળ પાલમપુરની નચ્છીર પંચાયત નિવાસી પ્રોજેક્ટના મેનેજર રાકેશ કપૂરનો મૃતદેહ સોમવારે સાંજે ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન આંગણામાં તેમના મૃતદેહને જોઈને તેમની પત્ની અનીતા બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ રાકેશના નાના ભાઈ સંતોષ કપૂર દ્વારા રાકેશને મુખાગ્નિ આપવામાં આવી હતી. મૃતદેહ પરના આધાર કાર્ડથી રાકેશની ઓળખ થઈ હતી.
રાકેશની માતા મચલો દેવી અને પત્ની અનીતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. રાકેશનો મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયો હતો. પત્નીએ દુલ્હનની જેમ સજીધજીને પતિને છેલ્લી વિદાયી આપી હતી. અંતિમ યાત્રામાં પાલમુપરના ધારાસભ્ય આશીષ બુટેલ, વૂલ ફેડરેશનના ચેરમેન ત્રિલોક કપૂર, પ્રશાસન તરફથી મામલતદાર વેદ પ્રકાશ અગ્નિહોત્રી, પંચાયત પ્રધાન ઉમા દેવી સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાકેશના પિતાનું મૃત્યુ થઈ ગયું છે. રાકેશને પાંચ ભાઈઓ છે. આ ઉપરાંત પરિવારમાં પત્ની અને બે વર્ષનો બાળક છે. પરિવાર રાકેશની સુરક્ષાને લઈને ચિંતિત રહેતો હતો. બંદલા-નછીરમાં રહેતા સગા-સંબંધીઓએ તેઓ સ્વાસ્થ્ય રહે તે માટે પ્રાર્થન કરી રહ્યાં હતા. જોકે, કુદરતે તેમની આ પ્રાર્થના સાંભળી નહીં અને અંતે રાકેશનો મૃતદેહ જ ઘરે પરત ફર્યો હતો.
ગ્લેશિયર તૂટ્યા બાદ આવેલા ભયંકર પૂરને કારણે હિમાચલ પ્રદેશના હજુ 9 લોકો લાપતા છે. જેમાં મંડી જિલ્લાના બલ્હના શખ્સને સુરંગમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત શિમલા જિલ્લાના રામપુરના કિન્નુ પંચાયતના પાંચ, શિંગલાના બે અને એક શખ્સ સિરમૌર જિલ્લાના માજરાથી છે. તેઓ અંગે હજુ સુધી કોઈ જ જાણકારી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle