kill the bill Elon musk vs Trump: ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે ફરીથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા કર અને ખર્ચ સંબંધિત ‘બિગ બ્યુટીફુલ બિલ’ પર આકરા (kill the bill Elon musk vs Trump) પ્રહારો કર્યા છે. આ બિલને ‘અમેરિકાને નાદાર બનાવનાર’ ગણાવતા, મસ્કે તેમના 20 કરોડથી વધુ ફોલોઅર્સને ‘kill the bill’ કહેવા અપીલ કરી છે.
એલન મસ્કએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે દરેક લોકો પોતપોતાના સેનેટર અને સાંસદોને ફોન કરે. અમેરિકાને નાદાર કરવું સાચું નથી. કીલ ધ બિલ
હકીકતમાં, એલોન મસ્ક સતત આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ બિલને બજેટ ખાધમાં વધારો અને આર્થિક શિસ્તનો દગો ગણાવ્યું છે.
એલોન મસ્ક સરકારી વિભાગ ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) ના વડા રહ્યા છે, જોકે હવે આ વિભાગ નાબૂદ કરવામાં આવ્યો છે. તેથી, મસ્ક હવે આ બિલ સામે પોતાની બધી તાકાત એકઠી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મોટા ખર્ચવાળા આ બિલો અમેરિકાને નષ્ટ કરી રહ્યા છે. હવે બહુ થયું. મસ્ક દલીલ કરે છે કે આ બિલ અમેરિકાના દેવામાં વધુ 5 ટ્રિલિયન ડોલરનો વધારો કરશે, અને આ દેશને ઝડપથી મોટી ખાધ તરફ દોરી જશે.
Call your Senator,
Call your Congressman,Bankrupting America is NOT ok!
KILL the BILL
— Elon Musk (@elonmusk) June 4, 2025
રિપબ્લિકન નેતાઓની પ્રતિક્રિયા
જોકે, કોંગ્રેસના કેટલાક ટોચના રિપબ્લિકન નેતાઓએ એલોન મસ્કની ટીકાને નકારી કાઢી. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ મસ્કની ટિપ્પણીને ગુસ્સે કરનારી ગણાવી. સેનેટર કેવિન ક્રેમર (નોર્થ ડાકોટા) એ કહ્યું, “મને નથી લાગતું કે ઘણા સેનેટરોને એલોન શું કહે છે તેમાં રસ છે. તે રમુજી છે, પરંતુ અમે ગંભીર નીતિ નિર્માતાઓ છીએ, આપણે વાસ્તવિકતાનો સામનો કરવો પડશે.”
ટેસ્લા પર અસર
તમને જણાવી દઈએ કે આ બિલ ટેસ્લાને ફાયદો કરાવતી કેટલીક સબસિડીઓ નાબૂદ કરવાની વાત કરે છે, જેના કારણે મસ્કનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. તેમણે ટ્રમ્પના બિલને ‘ઘૃણાસ્પદ અને કૌભાંડોથી ભરેલું’ ગણાવ્યું. મસ્કે કહ્યું કે મને માફ કરશો, પણ હું હવે તેને સહન કરી શકતો નથી. ખર્ચાઓથી ભરેલું આ ગંદુ બિલ શરમજનક છે. જેમણે તેને મત આપ્યો છે તેમને તેમના કાર્યોથી શરમ આવવી જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App