કોરોનાના પગલે 24 માર્ચથી દેશ વ્યાપી લોક ડાઉન આપવામાં આવ્યું છે જેની અવધી આગામી 14 એપ્રિલના રોજ પુરી થાય છે. વર્તમાન સમયમાં લોક ડાઉનએ સૌથી વધુ ચર્ચાતો વિષય રહયો છે. છેલ્લા એક સપ્તાહથી ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઇ રહયો છે તે જોતા લોક ડાઉન લંબાવવામાં આવે તેવી શકયતાઓ અને અટકળોનો દોર શરું થયો છે.
એક વાત તો સાબીત થઇ ચુકી છે કે કોરોના વાયરસના સંક્રમણ સામેની લડાઇ 14 એપ્રિલ સુધીમાં ખતમ થાય તેમ જણાતું નથી. ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ બીજા અને ત્રીજા તબક્કા વચ્ચેના નાજુક સમયમાંથી પસાર થઇ રહયું છે. કોરોના વાયરસનું સંક્રમણ અને મોત અટકાવવા લોકડાઉન એ જ એક માત્ર કારગત ઉપાય છે. તેલગંણા રાજયએ તો 14 એપ્રિલ પછીના લાંબા સમયના લોકડાઉનની તૈયારીઓ કરી લીધી છે. કેટલાક રાજયો અને નિષ્ણાતો પણ લોકડાઉન લંબાવવાનું સૂચન કર્યુ હોવાનું જાણવા મળે છે.
કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે આવેલા સૂચનો અંગે વિચાર કરી રહી છે. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં વિવિધ પાકોની કાપણીની સિઝન ચાલી રહી છે આથી તેમાં અગવડતા ના પડે તથા ખેતીની ઉપજ ખેત ઉત્પાદન કેન્દ્રો સુધી આવે તે પણ જરુરી છે. ખેતરમાં કામ માટે જતા વાહનો અને મજૂરોને છુટ આપવામાં આવી છે પરંતુ હજુ પણ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ લોકડાઉનના વિવિધ પાસાઓ પર રાજયો સાથે કેન્દ્ર સરકાર ચર્ચા કરી રહી છે. મહારાષ્ટ્ર સહિતના 7 જેટલા રાજયો લોક ડાઉનના કેટલાક પ્રતિબંધો અમલમાં રાખવાનું સૂચન કરી ચૂકયા છે. એક બાજુ કોરોનાનો કહેર અને બીજી બાજુ લોકડાઉનના પગલે ઉધોગ- મેન્યૂફેકચરિગ અને કૃષિ ક્ષેત્ર ઠપ્પ હોવાથી કોઇ વચ્ચેનો માર્ગ પસંદ કરવામાં આવે તેવું પણ બની શકે છે. કોરોનાના હોટ સ્પોટ ગણાતા વિસ્તારોની ઓળખ કરીને જયાં કોરોનાના સંક્રમણના કેસ નથી ત્યાં લોક ડાઉન ક્રમશ હળવું કરવામાં આવે તેવું પણ બની શકે છે.
કોરોના સંક્રમણની અસર જોવા મળતી નથી એવા ગ્રામીણ વિસ્તારોમાં પણ નિયમો હળવા થઇ શકે છે. જો કે લોક ડાઉન અંગેનો કોઇ પણ નિર્ણય લેવા માટે કોરોના સંક્રમણની દ્રષ્ટીએ આવનારા ચાર થી પાંચ દિવસો મહત્વના છે. દેશમાં અત્યાર સુધી 284 જિલ્લાઓમાં ઓછાવત્તા પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે જે ભારતના અડધા કરતા પણ ઓછો વિસ્તાર ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news