સુરેન્દ્રનગર(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેવામાં ફરી એક વાર માલવણ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે ડીવાઇડર સાથે કાર અથડાતા ગંભીર અકસ્માત બન્યો હતો. આ અકસ્માત પાટડી પુરવઠા વિભાગના કર્મચારીની કારને નડ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, વિરમગામથી માલવણ તરફ પાટડી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા પાટડી તાલુકાના જૈનાબાદના વતની લતીફભાઇ કાદરભાઇ કુરેશી તથા પાટડી તાલુકાના ખેરવા ગામે સસ્તા અનાજના દુકાનદાર પ્રવીણભાઇ નાગરભાઇ ઠક્કર કાર લઇને આવી રહ્યા હતા. તે દરમિયાન માલવણ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારે સામેથી પુરઝડપે આવતી કાર સાથે જોરદાર ટક્કર થઇ હતી.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કાર ચાલક જૈનાબાદના લતીફભાઇ કાદરભાઇ કુરેશીને હાથ, પગ અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર પ્રવીણભાઇ નાગરભાઇ ઠક્કરને પણ માથામાં ગંભીર ઇજાઓ પહોચવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત અંગે વેજલપુર અમદાવાદના નૈતિકભાઇ રવિન્દ્રભાઇ જોશીએ બજાણા પોલિસ મથકે કાર ચાલક લતીફભાઇ કાદરભાઇ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.