હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં જયારે અકસ્માતનોનાં બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે વહેલી સવારમાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલ નજીકના અનારા ગામ નજીક એક અકસ્માત સર્જાયો છે. જો કે, આ ગમખ્વાર અકસ્માતમાં કોઈના મોત થયા નથી પણ બસમાં બેઠેલ 32 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
જેનાં પૈકી એક મહિલા તથા બસ કંડકટરની હાલત ખુબ ગંભીર હોવાને લીધે તેમને આગળની સારવાર માટે અમદાવાદમાં લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ પંથકમાંથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે.
આ વિસ્તારના અનારા ગામ પાસે વહેલી સવારમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે કે, જેમાં જામનગરથી ઝાલોદ જતી એસટી બસ નં. GJ 18 Z 3754ના ચાલકે આગળ ઊભી રહેલ ટ્રકની સાથે પોતાની બસનો અકસ્માત કર્યો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બસની ખાલી સાઈડનું પડખું ચીરાઈ ગયું હતું, જેને લીધે બસમાં સવાર 32થી વધારે પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
અકસ્માતની ઘટનામાં 32 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં સારવાર માટે પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેનાં પૈકી બસ કંડકટર તેમજ મુસાફર મહિલાની સ્થિતિ ખુબ ગંભીર બનતાં અમદાવાદમાં લઇ જવામાં આવ્યાં છે. ઘટનાની જાણ કઠલાલ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં સંજય રમેશ ડામોર, દક્ષા સુરેશ શેત, રામસિંહ દસાભાઈ ભૂરિયા, મનીષ સુરતાન બામણિયા, મન્સૂરીબેન રામસિંહ ભૂરિયા, કાન્તાબેન રમેશ ડામોર, નિલેશ ડામોર, સજનાબેન શંકરભાઈ ડામોર, રમેશ કાળુભાઈ ડામોર, અલ્પાબેન મહેશભાઈ કટારા, રમીલાબેન દિનેશભાઈ મછરા, મનીષાબેન શંકરભાઈ પારસી, સુમિત્રાબેન રાકેશભાઈ બામણિયા, રાજેશ ખુમાનભાઈ વસૈયા, સુરખાબેન રાજેશભાઈ વેલપુરા, દર્શન રાજેશ વસૈયા, અશીલાબેન રાજુરમાઈ ખાંટ, મંજુલાબેન ભરતભાઈ ખાંટ, ભરત હરજી ખાંટ, દિનેશ અકજીભાઈ મછારા, વિજય સોમાભાઈ ડામોર, ધવલ ભરતભાઈ ખાંટ, જયરાજ રાજુભાઈ ખાંટ, પ્રિયંકાબેન ભરતભાઈ ખાંટ, જાનકી મહેશ કટારા, વિજય દિનેશભાઈ મછારા, અંજલિ રાજેશ વસાવા, વિજલબેન દિનેશભાઈ મછાર, અમિત રાકેશ પારઘી, લીલેશ વિરામ ડામોરને ઈજા પહોંચી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.