સોશિયલ મીડિયા પર અવારનવાર સરકારની ઘોર બેદરકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. બિહારમાં આવેલ મુઝફ્ફરપુરમાં એક ગર્ભવતી મહિલાએ ડોક્ટરોની વિરુદ્ધ કન્ઝ્યુમર ફોરમમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મહિલાએ જિલ્લામાં આવેલ મોતીપુર PHCમાં નસબંધી કરાવી હતી, એમ છતાં મહિલા ગર્ભવતી થઈ હતી. હવે મહિલાએ કન્ઝ્યુમર કોર્ટમાં 11 લાખ રૂપિયાનું વળતર માગતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી 16 માર્ચે થવા જઈ રહી છે. આ મામલે મહિલાએ સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન સચિવ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મોતીપુર પ્રખંડના અંતર્ગત સરકારી હોસ્પિટલમાં પરિવાર નિયોજન કાર્યક્રમ હેઠળ 27 જુલાઈ વર્ષ 2019ના રોજ ફૂલકુમારીએ નસબંધી કરાવી હતી. આ દરમિયાન તેણે સરકાર તરફથી જણાવેલ તમામ નિર્દેશોનું પાલન કર્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, પહેલેથી જ તેનાં 4 બાળકો છે તેમજ તેમનો સંપૂર્ણ ખર્ચ પૂરો પાડવો પરિવાર માટે ખુબ મુશ્કેલ છે.
પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવ્યા છતાં 2 વર્ષ બાદ મહિલા પાંચમી વાર ગર્ભવતી થઈ હતી. આ સંજોગોમાં તે પાંચમા બાળકનો ઉછેર કરે એવી તેની કોઈ આર્થિક પરિસ્થિતિ નથી. આ મામલે મહિલા વકીલ S.K. ઝાએ કહ્યું હતું કે, મહિલા કેટલાંક ગરીબ પરિવારની છે. તે 4 બાળકોનું ભરણપોષણ કરવા માટે સક્ષમ નથી.
મહિલા ફરી ગર્ભવતી થઈ છે કે, જે સરકારની બેદરકાર વ્યવસ્થાને દર્શાવે છે. જિલ્લા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 16 માર્ચે થવાની છે. પ્રધાન સચિવ સ્વાસ્થ્ય વિભાગ સિવાય 3 બીજા લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મહિલાનું જણાવવું છે કે, તેણે પરિવાર નિયોજનમાં ઓપરેશન કરાવ્યું પણ 2 વર્ષ બાદતે ફરી ગર્ભવતી થઈ ગઈ હતી. એને લીધે પરિવારમાં પણ ખૂબ નિરાશા છે. જ્યારે મહિલાએ આ વાતની ફરિયાદ કરી ત્યારે મોતીપુર જિલ્લા હોસ્પિટલમાં તેમનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે ગર્ભવતી હોવાનું બહાર આવતાં તેને ખૂબ આશ્ચર્ય સાથે નિરાશા થઈ હતી.
પરિવાર નિયોજન બાદ મહિલાના ગર્ભવતી થવાના કેસમાં જિલ્લા ચિકિત્સા પદાધિકારીએ કહ્યું હતું કે, આ કેસને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આવા કેસ સામે આવે છે કે, જેમને ફોર્મ ભરવાથી 30,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ મહિલાને પણ આ રકમ આપવામાં આવશે. ઓપરેશન વખતે અમુક કેસ ફેસ જતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle