રણજી ટ્રોફીની મેચ રમાડશે તેવી લાલચ આપીને ક્રિકેટર પાસેથી 27 લાખ પડાવનાર મહિલા ખેલાડીની ધરપકડ

ગુજરાત(Gujarat): રણજી ટ્રોફી ક્રિકેટ મેચ(Ranji Trophy cricket match)નું સિલેક્શન ફિક્સિંગ(Selection fixing) અંગે રૂ.27 લાખની છેતરપિંડી(fraud)નો કેસ સુરત ઇકો સેલ(Surat Eco Cell) પોલીસમાં નોંધાયો હતો. તપાસમાં હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની રણજી ટ્રોફીની મહિલા ખેલાડી સપના રંધાવા(Sapna Randhava)ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજ્ય સ્તરના ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, લાખો રૂપિયાના સોદા કરીને ક્રિકેટ મેચ માટે ખેલાડીઓની પસંદગીમાં અન્ય મોટા વ્યક્તિઓ પણ સામેલ હોવાની શંકાના આધારે સુરત ઇકો-સેલ પોલીસ દ્વારા વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે.

લાખો રૂપિયાની ઉચાપત થયાની આશંકા:
સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના રંધાવા નામની ક્રિકેટરે નવસારી-ઉધનાના યુવકને 27 લાખ રૂપિયાની રણજી ક્રિકેટ અને ઇન્ટરનેશનલ લેવલની મેચ રમવાની ઓફર કરીને છેતરપિંડી કરી હતી. મહિલા ક્રિકેટર અને તેની સાથે સંકળાયેલા અન્ય ત્રણથી વધુ ઇસમોએ ગુજરાતના અન્ય યુવકો સાથે મળીને લાખો રૂપિયા પડાવી લીધો હોવાના આક્ષેપ સાથે સુરત ઉપરાંત ઇકોનોમિક સેલે પણ તપાસ શરૂ કરી હતી.

મહિલા ક્રિકેટરે સેટિંગ કરીને રણજી મેચ રમવાની વ્યવસ્થા કરી હતી:
યુવતીને પોલીસ હિમાચલ પ્રદેશના કાંગડાથી લાવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાગાલેન્ડ રાજ્યની આ મહિલા ક્રિકેટરને મહેસાણામાં નવસારીની આ યુવા ખેલાડીને રણજી મેચ રમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પછી યુવકે સુરત પોલીસમાં અન્ય મેચોમા સેટિંગ નહીં કરતા અંગે ફરિયાદ નોંધાવી હતી.

ઇકોનોમી સેલે કહ્યું કે, આ કેસમાં ઘણા યુવાનોને આંતરરાષ્ટ્રીય મેચો રમવા માટે લલચાવવાની શંકા છે. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધીને આરોપી રણજી ટ્રોફી ખેલાડી સપના રંધાવાની ધરપકડ કરી છે અને ઉલટ તપાસ કરી રહી છે. ક્રિકેટ મેચ સિલેક્શન ફિક્સિંગ કેસમાં ક્રિકેટ જગતના અન્ય મોટા દિગ્ગજોની સંડોવણી અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

વર્ષ 2018માં નવસારીના ક્રિકેટર ભાવિક પટેલ હિમાચલ પ્રદેશમાં ક્રિકેટ રમવા ગયો ત્યારે તેની મુલાકાત રામ ચૌહાણ નામના ક્રિકેટર સાથે થઈ હતી. રામે ભાવિક પટેલનો પરિચય હિમાચલ પ્રદેશની રણજી ખેલાડી સપના રંધાવા સાથે કરાવ્યો. ત્યારબાદ મહિલા ક્રિકેટર સપનાએ ક્રિકેટર ભાવિકનો પરિચય વિશાલ જોડે સાથે કરાવ્યો. ક્રિકેટર ભાવિક પટેલે સપના પાસેથી 27 લાખ રૂપિયા લીધા અને તેને 6 રણજી ટ્રોફી મેચ રમવા માટે કહ્યું. 2018માં નાગાલેન્ડે રણજી રમ્યા બાદ એકપણ મેચ રમી ન હતી. ભાવિક પટેલે સપના રંધાવા સામે માંગણી કરવા છતાં પૈસા ન ચૂકવતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ઇકોસેલે સપનાની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *