સિઝેરિયન પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો, પણ માતાનું મોત- ‘ઓમ શાંતિ’

મહેસાણા(Mehsana): જીલ્લાના સતલાસણા(Satlasana) તાલુકાની અનેક પ્રસૂતાઓને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસૂતિ કરાવનારાં સરતાનપુરનાં નિલમબેન ચૌધરીને પ્રસૂતિ માટે સતલાસણાની ભાવના હોસ્પિટલ(Bhavna Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતાં.…

મહેસાણા(Mehsana): જીલ્લાના સતલાસણા(Satlasana) તાલુકાની અનેક પ્રસૂતાઓને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસૂતિ કરાવનારાં સરતાનપુરનાં નિલમબેન ચૌધરીને પ્રસૂતિ માટે સતલાસણાની ભાવના હોસ્પિટલ(Bhavna Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ડોકટરે સિઝેરિયન(Cesarean) કરી બેબીને જન્મ અપાવ્યો હતો, પરંતું નિલમબેનનું મોત થતાં મૃતકના પરિવાર દ્વારા તબીબની નિષ્કાળજીના કારણે મોત થયાના આરોપ સાથે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ દરમિયાન ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ દ્વરા લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહત્વનું છે કે, સતલાસણા તાલુકાના નવાવાસમાં પિયર અને સરતાનપુરમાં સાસરી ધરાવતાં ચૌધરી નિલમબેન પ્રકાશભાઇ છેલ્લા 11 વર્ષથી 108માં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહ્યા હતાં. નિલમબેનને આજે પ્રસૂતિ માટે સતલાસણાની ભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

જ્યાં ડોકટર દ્વારા સિઝેરિયન કરી પ્રસૂતિ કરાવવા આવી હતી. જોકે, બેબીને જન્મ આપ્યા પછી નિલમબેનનું મોત નીપજ્યું હતું. જેને લઇ મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટર દ્વારા પોલીસને બોલાવવામાં આવતા પરિવાર દ્વારા તબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવી હતી. જોકે, પોલીસ દ્વારા પરિવારની માંગણી મુજબ સતલાસણા સિવિલમાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવી ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *