ડૉક્ટર માતાએ પોતાના ફક્ત 7 વર્ષીય દીકરા સાથે ઊંઘની ગોળીઓ લઈને કર્યો આપઘાત -કારણ છે ચોંકાવનારૂ

હાલમાં દેશના લોકોમાં આપઘાત કરવાનું વલણ સતત વધતું જઈ રહ્યું છે. લોકોને એ સમજ નથી કે, જીવનમાં ક્યારેય પણ હિંમત હારીને આવું પગલું ભરવું જોઈએ નહિ. હાલમાં પણ આપઘાતને લઈ એક ઘટના સામે આવી રહી છે. કેટલીક વાતોને લઈ આપણે ચિંતામાં મુકાઈ જતા હોઈએ છીએ.

ચિંતામાં આપણે ઘણીવાર હોશ ગુમાવી બેસતાં હોઈએ છીએ. શું કરવું તથા શું ન કરવું એ પણ ત્યારે સમજમાં આવતું નથી. એવા સમયે કેટલાંક લોકોને એવું લાગતું હોય છે કે, હવે જીવીને શું કરવું છે તેમજ પછી અંતિમ પગલારૂપે આપઘાત કરવાનો વિચાર કરતાં હોય છે અને પછી કરી પણ લેતાં હોય છે.

આપણે આપઘાત કરવાને બદલે શા માટે ડિપ્રેશનમાં છીએ? તેનું કારણ શું છે? એ જાણીને તેના પર કામ કરવું જોઈએ, નહી કે આપણે આપઘાત કરી લેવી જોઈએ. આંધ્રપ્રદેશમાં છૂટાછેડાની નોટીસને લીધે એક ડોક્ટરે આપઘાત કરી લીધો છે. આંધ્રપ્રદેશના રાજમુંદરીમાંથી દુઃખદ ઘટના સામે આવી રહી છે.

33 વર્ષની મહિલા ડૉક્ટર લાવણ્યા દોથામશેટ્ટીએ સૌપ્રથમ તો પોતાના 7 વર્ષીય દીકરાને ઊંઘની ગોળી આપીને જીવ લઈ લીધો તેમજ ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરવાં પાછળનું હજુ સુધી જાણી શકાયુ નથી તેમજ પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.

મહિલા ડોક્ટરની ઓળખ લાવણ્યા દોથામશેટ્ટી તરીકે થઈ રહી છે કે, જે ડર્મેટોલોજીસ્ટ હતી તેમજ રાજમુંદરીના રાજમહેન્દ્રવરમમાં આવેલ બુદ્ધા હોસ્પિટલના પ્રખ્યાત ડૉક્ટર બુદ્ધાની દીકરી હતી. લાવણ્યા દોથામશેટ્ટીએ થોડા વર્ષો પહેલા તેલંગણામાં આવેલ વારંગલના રહેવાસી વામસી કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા.

તેમનો એક 7 વર્ષનો દીકરો પણ હતો, જેનું નામ નિશાંત રાખવામાં આવ્યું હતું. લાવણ્યા દોથામશેટ્ટી તેમજ તેના પતિ વામસી વચ્ચે થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હોવાંથી 2 મહિના અગાઉ તે પોતાના પિતાના ઘરે જતી રહી હતી. લાવણ્યા દોથામશેટ્ટીના પિતા ડૉ. બુદ્ધાના જણાવ્યા પ્રમાણે તેના પતિ વમસી કૃષ્ણાએ હાલમાં જ છૂટાછેડાની નોટિસ મોકલી હોવાંથી તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

લાવણ્યા દોથામશેટ્ટીએ સૌપ્રથમ 7 વર્ષના દીકરાને ઊંઘની ગોળીઓ આપીને પછી પોતે પણ લઈ લીધી હતી. મોટા પ્રમાણમાં ગોળી લીધા પછી બંને બેભાન થઈ ગયા હતાં. જ્યારે પરિવારના સભ્યોને જાણવા મળ્યું તો તરત હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરો દ્વારા બંનેને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.

લાવણ્યા દોથામશેટ્ટીના પિતા ડૉ. બુદ્ધા જણાવતાં કહે છે કે, મારી દીકરીએ પોતાના પતિના ઉત્પીડનને લીધે આપઘાત કરી લીધો. હાલમાં પોલીસ દ્વારા કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. આની સાથે જ તપાસ પણ કરવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *