પાલતુ કુતરાના મોત પર ભડકી મહિલા, વાળ ખેંચી ડોક્ટરને ખરાબ રીતે માર માર્યો

Attack on veterinary Doctor: એક મહિલાએ પોતાના પાળતું કુતરાના મૃત્યુ પર એટલી હદે તૂટી ગઈ કે તેણે પ્રાણીઓના ડોક્ટર પર જ હુમલો કરી દીધો. આ ઘટના સાથે જોડાયેલો એક સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ઓનલાઈન (Attack on veterinary Doctor) સોશિયલ મીડિયા પર નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો મહિલાના સપોર્ટમાં આવ્યા, તો મોટાભાગના લોકોએ ડોક્ટર સાથે દૂર વ્યવહાર કરવા માટે તેની નિંદા કરી છે.

વાયરલ સીસીટીવી ફૂટેજ ના અનુસાર 17 એપ્રિલના રોજ આ ઘટના એ સમયે બની હતી, જ્યારે તે પોતાના બીમાર કૂતરાને લઈને વેટરનરી ડોક્ટર પાસે દવાખાને પહોંચી હતી. જ્યાં ઈલાજ દરમિયાન કૂતરાનું મૃત્યુ થયું હતું. આ જોઈ તે મહિલાએ પિત્તો ગુમાવ્યો હતો અને ડોક્ટર સાથે જ ઝઘડો કરવા લાગી હતી. જોકે આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ જાણકારી મળી રહેલ નથી.

વાયરલ ફૂટેજમાં તમે જોશો તો પાલતુ કૂતરાને ઓક્સિજન માસ્ક પહેરાવી બેડ ઉપર સુવડાવવામાં આવ્યો છે. મહિલા ડોક્ટર તેની દેખભાળ કરી રહી હતી, જ્યારે અન્ય બે ડોક્ટરો પણ ત્યાં હાજર હતા. પરંતુ જેવું આ કૂતરાની માલિકીનને ખબર પડી કે કૂતરાનું મૃત્યુ થઈ ગયું છે, તો તે ગુસ્સામાં આવી મહિલા ડોક્ટરના વાળ ખેંચી તેની ધોલાઈ કરવા લાગે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. તેના પર લોકો જાતભાતની કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ મહિલા પ્રત્યે સહાનુભૂતિ દેખાડી, તો મોટાભાગના લોકોએ તેને જેલ ભેગી કરવાની વાત કરી રહ્યા છે.

એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું કે મહિલાનો વ્યવહાર સારો નથી, તેને જેલને હવાલે કરવી જોઈએ. બીજા એક વ્યક્તિએ કહ્યું કે મને ખબર છે કે મહિલાને શું અનુભવાય રહ્યું છે, પરંતુ તેનું સમાધાન હિંસા નથી. એક અન્ય યુઝરને લખ્યું કે સીધી જેલમાં જ નાખી દો.