ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક શવના પોસ્ટમોર્ટમ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેના કારણે પોલીસ ઘણી મુંજવણમાં છે. ગોરખપુરમાં એક આત્મહત્યા કરનારી મહિલાના શરીરમાંથી એક આંખ ગાયબ થઈ ગઈ હતી. અને હોબાળો મચી ગયો હતો. પોલીસનું કહેવું છે કે, આ કામ ઉંદરનું છે.
જાણવા મળ્યું છે કે, જ્યાં સુધી મહિલાનો મૃતદેહ પોલીસના કબજામાં હતો ત્યાં સુધી બધું બરાબર હતું. પોલીસે જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ હાઉસ મોકલતા પહેલા મહિલાની આંખ સલામત હતી પરંતુ પછી શું થયું તેની કોઈને જાણ થઇ નહિ. આશંકા છે કે, પોસ્ટ મોર્ટમ હાઉસમાં હાજર ઉંદરે મહિલાની આંખને કોતરી હશે. જોકે, મહિલાના શરીરમાંથી આંખ કેવી રીતે ગાયબ થઈ તે હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શક્યું નથી.
નોંધપાત્ર વાત એ છે કે, ગોરખપુરના ગુલરીહા વિસ્તારમાં મહિલાએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારી મહિલાની માતાએ પુત્રીના પતિ પર દહેજ માંગવા બદલ આરોપ લગાવ્યો છે.
મૃતકના પરિવારજનોની ફરિયાદના પગલે પોલીસે પતિના પરિવારના 10 લોકો વિરુદ્ધ દહેજની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle