વહેલી સવારે અગાસીમાં ચાલવા નીકળેલી મહિલાને મળ્યું દર્દનાક મોત -જાણો કેવી રીતે થયું મોત?

હાલમાં વલસાડમાંથી એક અજીબો ગરીબ બનાવ સામે આવ્યો છે. છીપવાડના દાણા બજાર વિસ્તારમાં મોટી વીલા નામનું એપાર્ટમેન્ટ આવેલું છે. આજે સવારે એપાર્ટમેન્ટના ત્રીજા માળે રૂમ…

હાલમાં વલસાડમાંથી એક અજીબો ગરીબ બનાવ સામે આવ્યો છે. છીપવાડના દાણા બજાર વિસ્તારમાં મોટી વીલા નામનું એપાર્ટમેન્ટ આવેલું છે. આજે સવારે એપાર્ટમેન્ટના ત્રીજા માળે રૂમ નંબર 302માં રહેતા નયુબાઈ ગતારામ કુનમાંજી મોર્નિંગ વોક માટે અગાસી પર ગયા હતા.

નયુબાઈ એપાર્ટમેન્ટની અગાસી પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા. આ દરમિયાન નયુબાઈને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતા ટેરેસ પરથી વીજ તાર પર પડ્યા બાદ જમીન પર પટકાતા મહિલાનું મોત નિપજ્યું છે.  જેથી તેઓ એપાર્ટમેન્ટની ટેરેસ પરથી નીચે વીજ વાયરને સ્પર્શ કરીને સીધા જમીન પર પટકાયા હતા.

આ દરમિયાન નયુબાઈ કુનમાંજીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, નયુબાઈ છેલ્લા ઘણા મહિનાથી બીમારીથી પીડાતા હતા. તેમની બીમારીના કારણે તેમને અનેકવાર ચક્કર આવતા હોવાનું પરિવારજનોએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું. જે કારણે આજે મહિલાનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસની ટીમ તથા વીજ કંપનીના કર્મચારીઓ તેમજ 108નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મહિલા વીજ તાર પર પટકવાને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *