પ્રેમી પ્રેમિકામાં જ્યારે પ્રેમિકાની પ્રપોઝ કરે છે, ત્યારે એવું લાગે છે કે એક સ્વપ્ન સાકાર થાય છે. અને લોકો ઉત્સાહિત થાય છે. પરંતુ ઓસ્ટ્રિયાના એક બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. આનંદમાં, ગર્લફ્રેન્ડનો પગ લપસી ગયો અને તે ડુંગરાની નીચે 650 ફીટ ઊંડા ખાડામાં પડી ગઈ.
આ ઘટના ઓસ્ટ્રિયાના કારિંથિયા વિસ્તારની છે. જ્યાં એક દંપતી માટે પ્રેમની આ ક્ષણ દુ:ખદ સ્વપ્નમાં ફેરવાઈ. જયારે પ્રેમીએ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને છોકરીએ આનંદમાં માથું હલાવ્યું તે દરમિયાન તેનો પગ લપસી ગયો. ધ સનના અહેવાલ મુજબ, 27 વર્ષિય વ્યક્તિએ કારિન્થિયામાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. દરમિયાન, મહિલાએ પ્રપોઝ સ્વીકાર્યું અને તેનો પગ પર્વત પરથી સરકી ગયો.
આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બની હતી. આ પ્રેમી યુગલ એક દિવસ પહેલા જ પર્વત પર ટ્રેકિંગ કરવા આવ્યો હતો. 650 ફૂટ નીચે પડ્યા પછી પણ, તે છોકરી બચી ગઈ. કારણ કે, સદનસીબે ભારે બરફવર્ષાને કારણે બરફ જામી ગયો હતો જેનાથી તેને વધારે નુકસાન થયું ન હતું.
તે દરમિયાન યુવક તેની ગર્લફ્રેન્ડને બચાવવા માટે કૂદી પડ્યો હતો, પરંતુ 50 ફૂટ નીચે ગયા પછી, તેને તેની ગર્લફ્રેન્ડ પથ્થરની વચ્ચે અટવાયેલી મળી અને તેનો જીવ પણ બચી ગયો. જોકે, આ દરમિયાન છોકરાનો પગ ભાંગી ગયો હતો. ડેઇલી મેઇલ મુજબ મહિલા પર્વત પરથી પડીને તળાવ નજીક બેભાન અવસ્થામાં પડી હતી.
એક પ્રવાસીએ તેને જોઇને સુરક્ષા કર્મચારીઓને જાણ કરી. તે પછી, બંનેને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને ને માત્ર ફેક્ચર થયા અને જીવ બચી ગયા. ઘટના સ્થળે હાજર એક પોલીસ અધિકારીએ ડેઇલી મેઇલને કહ્યું, “બંને અત્યંત ભાગ્યશાળી હતા! જો ખડકો પર બરફ ન હોત તો પરિણામ અલગ હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle