વાયરલ(Viral): ટ્રેનમાં ચડતી વખતે આપણે સૌને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે મુંબઈનું જીવન જ એક ટ્રેન છે. અહીં લોકોને લોકલ ટ્રેનમાં ઘણું જીવવું પડે છે. ભીડના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમાં જ સોશિયલ મીડિયા(Social media) પર એક વિડીયો વાયરલ(Viral videos) થઈ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. આ જ સમયે મહિલાનો પગ લપસ્યો અને તે પ્લેટફોર્મ પર પડી જાય છે. ત્યારે સ્થળ પર હાજર હોમગાર્ડ અલ્તાફ શેખે મહિલાનો જીવ બચાવ્યો હતો.
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હોમગાર્ડ જવાને મહિલાની મદદ કરી અને તેનો જીવ બચાવ્યો. સોશિયલ મીડિયા પર પણ લોકો અલ્તાફના આ કાર્યને બિરદાવી રહ્યા છે. તેને જોતા મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તેને સન્માન આપવામાં આવી રહ્યું છે. આ વીડિયો જોયા બાદ લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
આ વાયરલ વિડીયો જોઇને લોકો કહી રહ્યા છે કે, અલ્તાફ શેખે ખૂબ જ બહાદુરીથી એક મહિલાનો જીવ બચાવ્યો છે. તેમની હિંમત, સમર્પણને જોતા સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. ચાલુ ટ્રેને મહિલા નીચે ઉતરવા જતા પગ લપસી જાય છે અને પ્લેટફોર્મ પર પડી જાય છે.
આ પ્રકારના વાયરલ વિડીયો ઘણી વખત અવારનવાર સામે આવતા રહે છે. શરુ ટ્રેને ચડતી વખતે અથવા તો નીચે ઉતરતા સમયે પગ લપસી જાય છે અને વ્યકિત પ્લેટફોર્મ પર પડી જાય છે. આ ઘટનાના વિડીયો હચમચાવી નાખે તેવા હોય છે. આ વિડીયો જોઇને બે ઘડી માટે તો શ્વાસ પણ થંભી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.