ગુજરાત(Gujarat): ઘણીવાર રાજયમાંથી મહિલાઓ પર અત્યાચાર(Atrocities) અને દહેજની માંગણી(Dowry demand) કરતા હોય તે પ્રકારના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે હાલ એક એવો જ એક કિસ્સો સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે જે આ કિસ્સો ખરેખર સંબંધોને શર્મશાર કરી દે તેવો છે. મામા-ભાણીના સંબંધ પર કલંક સમાન કિસ્સો સામે આવ્યો છે. આ સંબંધોને શર્મશાર કરી દે તેવો કિસ્સો અમદાવાદ(Ahmedabad) શહેરથી સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, એક પરિણિતાએ પતિ સામે મારઝૂડ અને દહેજની માંગણી કરતી ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલાએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે તેની ભાણી વારંવાર બેડરૂમમાં આવી જતી હતી અને મામાની પત્ની ન હોય તેથી તેના મામા સાથે સૂઇને આખી રાત પસાર કરતી હતી. વધુમાં તેમણે કહ્યું કે, રૂમમાંથી અવારનવાર ભાણીના અંડરગારમેન્ટ્સ પણ મળી આવતા હતા અને આ પ્રકારનું વર્તન જોઇ પરિણિતા ઘણી હેરાન પરેશાન થઇ ગઈ હતી.
જ્યારે આ બાબતે પત્નીએ વાંધો ઉઠાવ્યો તો તેના પતિએ તેની સાથે મારામારી કરવા લાગ્યો અને પત્ની અને તેના દીકરાને ઘરમાંથી કાઢી મુક્યા. મળતી માહિતી અનુસાર, અમદાવાદના સેટેલાઇટમાં હાલ 45 વર્ષીય પરિણિતા તેના માતા-પિતા સાથે રહે છે અને સાથે તેને એક દીકરો પણ છે. પરિણિતાના લગ્ન વર્ષ 2003માં વડોદરાના એક યુવક સાથે થયા હતા અને વર્ષ 2005માં એક દીકરાને તેણે જન્મ આપવામાં આવ્યો હતો.
લગ્નના થોડાક મહિનાઓ સુધી તો તેના પતિએ તેને સારી રીતે સાચવી અને રાખી પરંતુ ત્યારબાદ તેની પાસે હનિમુન પર ખર્ચ કરવામાં આવેલ 5 લાખ રૂપિયા પિયરમાંથી લઇ આવવા માટે કહ્યુ. પૈસા ન આપવાને કારણે પતિ તેની સાથે ઝઘડો કરતો અને પરિણિતાના જેઠ તેના પતિની ગેરહાજરીમાં ગંદી નજરે જોતા અને તે શું કરી રહ્યા છે તેમના પર નજર રાખતા હતા. આ તમામ બાબતોથી કંટાળી અંતે પરિણિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પરિણિતાના જેઠ-જેઠાણી ની સાથે સાથે નણંદ-નણંદોઇ અને ભાણી તેને ઘરકામ બાબતે પણ ખુબ જ હેરાન કરતા હતા. જાણવા મળ્યું છે કે, પરિણિતા તેના પિયરમાં હોય ત્યારે ભાણી તેના રૂમમાં જઇ પૈસા અને ઘરેણા કાઢી લેતી અને આ વાત પરિણિતા દ્વારા તેના પતિને કરવામાં આવતી તો તેનો પતિ તેની સાથે મારામારી કરતો હતો. પરિણિતા જ્યારે તેના પિયરમાંથી પાછી ફરી ત્યારે ભાણીના અંડરગાર્મેન્ટ્સ તેમના બેડરૂમમાં મળી આવ્યા હતા અને આ વિશે તેણે તેના પતિને પૂછ્યુ તો તેના પતિએ જણાવતા કહ્યું હતું કે, ACનું બિલ ઓછું આવે એટલા માટે અમે બંને સાથે જ સૂઈ જતાં. ભાણી તેની મામીને કહેતી કે, મામાને તમારી કયાં જરૂર છે, એના માટે તો હું છું ને.
આ સાથે, નવરાત્રિમાં ભાણી મામાની સામે બ્લાઉઝ અને ચણિયામાં આવીને પૂછતી મામા હું કેવી લાગી રહ્યું છું અને મામીની ઉપસ્થિતિમાં જ ટૂંકાં વસ્ત્રો પહેરીને મામા સામે આવતી હતી અને માસિક ધર્મની પણ જાણકારી મામાને આપતી હતી. પરિણિતા જયારે તેની ભાણી સામે બોલતી તો તેનો પતિ તેની સાથે અપશબ્દો અને મારામારી પણ કરતો હતો 3 જાન્યુઆરી 2020ના રોજ પતિએ તેની પત્ની અને દીકરા બંનેને મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. ત્યારથી પરિણિતા પોતાના પિયરમાં જ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.