૧૫-ડીસેમ્બર ને ગુરુવારના રોજ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ હતી, મહોત્સવ માટે દેશ-વિદેશમાંથી સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે. જયારે 140 મહિલાઓ જે લંડનની છે તેઓ 45 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળી પ્રમુખ સ્વામી મહારાજની બબલ રેપ પેઇન્ટિંગની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ પ્રતિકૃતિ ટૂંક સમયમાં જ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાશે.
આ પ્રતિકૃતિ ત્યાર કરવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો, આ પ્રતિકૃતિ લંડનની 140 મહિલાઓ દ્વારા ત્યાર કરવામાં આવી છે. આ મહિલા મંડળમાંથી બે મહિલા સ્વયં સેવક એવા છે કે, જેમણે 2 વાર સતત 100 કલાકની સેવા આપી છે. આ મંડળમાં 11 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના મહિલાઓ સામેલ છે.
એક સ્વયંસેવક મહિલા સાથે વાત કરતા જાણવા મળ્યુ કે, આ પેઇન્ટિંગમાં વોટરપ્રૂફ અને વેધર પ્રૂફ એવા 320 કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કલરને ઇન્જેક્ટ કરવા માટે પહેલા બબલ સીટને ઊંધી કરીને સિરીંજ વડે લિક્વિડ વોલ પેઈન્ટના વિવિધ શેડ્સનો ઉપયોગ કરીને બબલ રેપમાં ઈન્જેક્શન કર્યા હતા. બબલને ક્રમશ: નંબર આપ્યા બાદ તે અનુરૂપ વિવિધ રંગ ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ રીતે અંદાજે 8.50 લાખ બબલ ભરવામાં આવ્યા હતા. હવાઈ માર્ગથી લડંનથી શહેર લાવવામાં આવી હતી.
104 બબલ સીટ વપરાઈ
પ્રતિકૃતિ ત્યાર કરનાર મંડળની 140 મહિલાઓ શતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવક તરીકે સેવા આપશે. પ્રમુખ સ્વામી મહારાજના કરેલા સતકાર્યોને સૂચિત કરતી આ પ્રતિકૃતિ છ મહિનાની મહેનત બાદ તૈયારથઇ છે. આ પ્રતિકૃતિ ત્યાર કરવામાં 104 બબલ સીટ વપરાઈ હતી, 1 સીટ સૂકાતા અઢી માસ થયા હતા. સમગ્ર પેઇન્ટિંગ વોટરપ્રૂફ અને વેધરપ્રૂફ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.